રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી માત્ર એક સફળ બિઝનેસવુમન જ નથી, પરંતુ ભારતીય પરંપરાગત વસ્ત્રો, ખાસ કરીને સાડીના સાચા જાણકાર પણ છે. સિક્વન્સ ડ્રેપ્સથી લઈને હેરિટેજ વીવ્સ સુધી, તેઓ દરેક સાડીને અદભૂત ગ્રેસ સાથે પહેરે છે. હાલમાં જ નીતા અંબાણીએ એક ગ્લેમરસ રાણી કલરની સાડીમાં પોતાનો શાહી અંદાજ બતાવ્યો છે, જેની તસવીરો મિકી કોન્ટ્રાક્ટરે શેર કરી છે. ચાલો જોઈએ શું છે ખાસ નીતા અંબાણીના લૂકમાં...
સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ મિકી કોન્ટ્રાક્ટરે નીતા અંબાણીના કેટલાક અદભૂત ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં નીતા અંબાણીનો એક પરંપરાગત અને આધુનિક ફેશનનો સમન્વય જોવા મળી રહ્યો છે. નીતા અંબાણીનો આ લૂક આવનારી લગ્નસરાની સીઝન માટે સ્ટાઈલ ટિપ્સ લેવા જેવો છે.
નીતા અંબાણીએ આ દેખાવ માટે એક લક્ઝુરિયસ સિલ્ક સાડી પસંદ કરી હતી. ડાર્ક રાણી કલરની સાડી નીતા અંબાણીના સ્કિન ટોન પર ખૂબ જ સુંદર લાગે છે. આ સાડીની બંને બાજુએ પહોળી જાંબુડી રંગની બોર્ડર જોવા મળી હતી. આ બોર્ડર પર પીળા અને હળવા ગુલાબી પેસ્ટલ શેડ્સમાં પરંપરાગત પ્રિન્ટ કરવામાં આવી છે. સાડીની કિનારીઓ પર ગુલાબી રંગનું બારીક એમ્બ્રોઈડરી કામ તેને વધુ આકર્ષક બનાવે છે.
બ્લાઉઝ: સાડીની સાથે તેમણે પ્લેન પર્પલ બ્લાઉઝ પહેર્યું હતું, જેમાં બોર્ડર પર હળવી ગોલ્ડન સિક્વન્સ ડિટેલિંગ આપવામાં આવી હતી.
નીતા અંબાણીના લૂકની વાત થઈ રહી હોય અને એમાં જ્વેલરીની વાત ના થાય તો જ નવાઈ. આ સુંદર આઉટફિટ સાથે નીતા અંબાણીએ ગળામાં મલ્ટિ લેયર્ડ પર્લના નેકલેસ સાથે કાનમાં હીરાની સ્ટેટમેન્ટ હૂપ ઈયરિંગ્સ, હાથમાં મેચિંગ જાંબુડી રંગની બંગડીઓ અને આંગળીમાં ચમકતી હીરાની વીંટી સ્ટાઈલ કરી હતી.
મિકી કોન્ટ્રાક્ટરે નીતા અંબાણીને 'સોફ્ટ ગ્લેમર' લૂક આપ્યો હતો. ન્યૂડ આઈશેડો, વિંગ્ડ આઈલાઈનર, મસ્કારા અને ન્યૂડ લિપસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગાલ પર હળવું બ્લશ અને ચહેરા પર રેડિયન્ટ ગ્લો માટે હાઈલાઈટરનો ઉપયોગ કરાયો હતો. હેરસ્ટાઈલની વાત કરીએ તો આ સુંદર આઉટફિટ સાથે નીતા અંબાણીએ વચ્ચેથી પાંથી પાડીને સ્લિક બન અને ગજરાથી તેને સજાવ્યો હતો. તમે પણ નીતા અંબાણીના આ વાઈરલ થઈ રહેલાં ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો...