લંડનઃ બ્રિટન સરકારે લંડનની વચ્ચે ચીનનું કથિત સુપર દૂતાવાસ બનાવવાની યોજનાઓને મંજૂરી આપી હતી. જેના કારણે સાંસદો અને અભિયાન ચલાવનારા દ્ધારા ઉઠાવવામાં આવેલી સુરક્ષા ચિંતાઓને નજરઅંદાજ કરવામાં આવી હતી અને એ વાત પર ભાર મુકવામાં આવ્યો છે કે તમામ "જરૂરી વાતો " ધ્યાનમાં લેવામાં આવી છે.
ટાવર ઓફ લંડન નજીક ભૂતપૂર્વ રોયલ મિન્ટ કોર્ટના 20,000 ચોરસ મીટરના સ્થળ પર પ્રસ્તાવિત બાંધકામ માટે પ્લાનિંગની મંજૂરીને રાષ્ટ્રીય મહત્વના મુદ્દા તરીકે મંત્રીમંડળની સમીક્ષા માટે "મંગાવવામાં" આવી હતી.
લેબર પાર્ટીની સરકારના પોતાના સાંસદો અને વિપક્ષના સાંસદ ટોરીઝ એ લોકોમાં સામેલ હતા જે યોજનાઓને મંજૂરી આપવાનો વિરોધ કરતા હતા કારણ કે આ જગ્યા સિટી ઓફ લંડન ફાઈનાન્સિયલ ડિસ્ટ્રિક્ટની પાસે છે અને ચીનને ‘દુશ્મન દેશ’ ગણાવી રહ્યા છે.
બ્રિટનના રહેણાક અને સમુદાયના સચિવ સ્ટીવ રીડે કહ્યું હતું કે આ નિવેદન મારા આજના એ નિર્ણય બાદ આવ્યું છે જેમાં મે લંડનમાં એક નવા દૂતાવાસ માટે પ્લાનિંગ અને લિસ્ટેડ બિલ્ડિંગની મંજૂરી આપી છે.
મંત્રીએ કહ્યું હતું કે આ નિર્ણય લેતા સમયે તમામ જરૂરી બાબતો પર ધ્યાન આપવાની જરૂર હતી. તેમનો નિર્ણય સ્વતંત્ર પ્લાનિંહ ઈન્સ્પેક્ટરના ભલામણ પર લેવામાં આવ્યો હતો. જેમણે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આ મામલાની સાર્વજનિક તપાસ કરી હતી.
આવાસ, સમુદાયો અને સ્થાનિક સરકાર મંત્રાલયે 240 પાનાનો દસ્તાવેજ બહાર પાડ્યો છે જેમાં નવા દૂતાવાસ માટે આયોજન મંજૂરી પાછળના તર્કની વિગતો આપવામાં આવી છે. પ્લાનિંગ ઈન્સ્પેક્ટર ક્લેયર સિયરસના રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે મારો સ્પષ્ટ મત છે કે આ દરખાસ્ત સમગ્ર રીતે લેવામાં આવે ત્યારે વિકાસ યોજનાનું પાલન કરે છે.