મુંબઈ: ફિલ્મી પડદે અને મીડિયાના કેમેરામાં દરેક અભિનેતા-અભિનેત્રી સારા લાગે છે. પરંતુ લોકોની સાથે તેમની વર્તણૂક કેવી છે, એ તેમની રૂબરૂ મુલાકાત કરવાથી ખબર પડે છે. તાજેતરમાં અભિનેત્રી કિયારા અડવાણીની એક મહિલા સાથેના ખરાબ વર્તનની ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને અભિનેત્રી કિયારા અડવાણીએ પોતાની માતા સાથે કેવું વર્તન કર્યું હતું તે અંગે જણાવ્યું છે.
નોન-સેલિબ્રિટીઝ મારી સીટ પર કેવી રીતે બેસી શકે?
કાર્તિકેય તિવારી નામના સોશિયલ મીડિયા યુઝરે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે કિયારા અડવાણી અને કાર્તિક આર્યન એક ફ્લાઇટમાં જઈ રહ્યા હતા. આ ફ્લાઇટમાં મારી માતા પણ હતી. ઘટના એવી બની કે મારી માતા ભૂલથી કિયારા અડવાણીની સીટ પર બેસી ગઈ હતી. જ્યારે કિયારા અડવાણીએ આ જોયું ત્યારે તેણે મારી માતાને કશું કહ્યું નહીં, પરંતુ બહુ ખરાબ એક્સપ્રેશન આપ્યા હતા.
કાર્તિકેયે વીડિયોમાં આગળ જણાવ્યુ કે, કિયારાના એક્સપ્રેશન દર્શાવી રહ્યા હતા કે, કોઈ નોન-સેલિબ્રિટી વ્યક્તિ તેની સીટ પર કેવી રીતે બેસી શકે અથવા તેની સીટ ગંદી થઈ ગઈ હોય. ત્યાર બાદ એર હોસ્ટેસે મારી માતાને કહ્યું કે તે કદાચ ખોટી સીટ પર બેસી ગયા છે, આ કિયારાની સીટ છે. આ ખબર પડતા જ મારી માતા પોતાની સીટ પર બેસી ગઈ.
અગાઉ એક એર હોસ્ટેસ પણ કિયારા અડવાણી સાથેનો ખરાબ અનુભવ શેર કર્યો હતો. એર હોસ્ટેસે જણાવ્યું હતું કે કિયારા વધારે એટીટ્યુડ બતાવે છે, જ્યારે અનન્યા પાંડે અને જ્હાન્વી કપૂર જેવી અભિનેત્રીએ ઘણી સ્વીટ છે અને સૌથી સાથે સારી રીતે વ્યવહાર કરે છે. કાર્તિકેય તિવારીનો વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે જણાવ્યું કે, અગાઉ એક કેબિન ક્રૂની છોકરી પણ કિયારાના એટીટ્યુડને એક્સપોઝ કરી ચૂકી છે.