Tue Jan 20 2026

Logo

White Logo

ભારત સહિત દુનિયાના આ દેશો ઉજવે છે ગણતંત્ર દિવસ, : જાણી લો એક ક્લિક પર...

1 hour ago
Author: Darshana Visaria
Video

જ્યારે પણ આપણે 26મી જાન્યુઆરીની વાત કરીએ તો મોટા ભાગના લોકોની એવી માન્યતા હોય છે કે માત્ર ભારત જ છે કે જે 26મી જાન્યુઆરીના ઉજવણી કરે છે. પરંતુ હકીકતમાં એવું બિલકુલ નથી. ભારત સહિત દુનિયામાં અનેક એવા દેશ છે કે જેઓ અલગ અલગ તારીખો પર ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોઈ જગ્યાએ આ દિવસની ઉજવણી રાજાશાહીના અંતની યાદમાં તો કોઈ જગ્યાએ જનતા જનાર્દનની તાકાતના પ્રતિક તરીકે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે આપણે અહીં આ સ્ટોરીમાં આવા જ કેટલાક દુનિયાના દેશો વિશે વાત કરીશું. 

ભારતમાં જે રીતે 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. વાત કરીએ દુનિયાના એવા દેશોની કે જેઓ પણ ભારતની જ જેમ રિપબ્લિક ડેની ઉજવણી કરે છે. જોકે, દરેક દેશની ગણતંત્ર દિવસની ઉજવણી પાછળ અલગ અલગ સ્ટોરી છે. ચાલો જાણીએ આવા અનોખા દેશો વિશે કે જ્યાં રિપલ્બિક ડે માત્ર તારીખ નહીં પણ ઈતિહાસની એક મહત્ત્વની ઓળખ છે... 

ઈટલીઃ
ઈટલીમાં બીજી જૂનના રિપબ્લિક ડેની ઉજવણી કરવામાં આવે છે. 1946માં થયેલાં જનમત સંગ્રહના માધ્યમથી લોકોએ રાજતંત્રને હટાવીને ગણરાજ્યને એટલે કે ગણતંત્રને પસંદ કર્યું હતું. ઈટલી માટે આ દિવસ એ પ્રદર્શિત કરે છે કે સત્તાનો આધાર વંશ નહીં પણ જનતાની સહમતિ છે. આ જ કારણસર અહીં ગણતંત્ર દિવસ નાગરિકની સમજ અને રાજકીયા જાગરૂકતાનું પ્રતિક ગણાય છે. 

તૂર્કેયઃ
તૂર્કેય 29મી ઓક્ટોબરના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે ઓટોમન સામ્રાજ્યના અંત અને આધુનિક તૂર્કેય રિપબ્લિકની સ્થાપનાનો દિવસ થે. આ બદલાવની સાથે દેશમાં નવા કાનૂન, પ્રશાસન અને નાગરી અધિકારોનો પાયો નંખાયો. અહીં રિપબ્લિક ડેની ઉજવણી એક જૂના સામ્રાજ્યમાંથી આધુનિર રાષ્ટ્ર બનાવવાની સફરને દર્શાવે છે. 

પોર્ટુગીઝઃ
પોર્ટુગીઝમાં પણ પાંચમી ઓક્ટોબરના રિપબ્લિક ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ રાજાશાહીનો અંત અને ગણરાજ્યના સ્થાપના સાથે સંકળાયેલો છે. પોર્ટુગી માટે આ દિવસ માત્ર એક સત્તા પરિવર્તન નહીં પણ જવાબદાર શાસનની શરૂઆતના પ્રતિક સમાન છે. 

નેપાળઃ
નેપાળમાં 28મી મેના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે નેપાળે ખુદ પોતાને લોકતાંત્રિક ગણરાજ્ય જાહેર કર્યુ હતું. નેપાળમાં આ દિવસની ઉજવણીનો અર્થ માત્ર રાજાશાહીનો અંત નહીં પણ પૂરા શાસનના ઢાંચામાં ધરમૂળથી પરિવર્તન લાવીને જનતાની ભાગીદારીને મજબૂત બનાવવાનો છે. 

ઈરાનઃ
ઈરાનમાં પહેલી એપ્રિલના ઈસ્લામિક રિપલ્બિક ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ એ જનમત સંગ્રહની યાદ અપાવે છે, જેના બાદમાં ઈરાને ખુદ પોતાને એક ઈસ્લામિક ગણરાજ્ય જાહેર કર્યું હતું. અહીં ગણતંત્રની પરિભાષા ધર્મ અના રાજકીય મેળની સાથે સામે આવે છે, જે દેખાડે છે કે દરેક દેશમાં રિપબ્લિકનું સ્વરૂપ એક સમાન નથી હોતું. 

બ્રાઝિલઃ
બ્રાઝિલમાં 15મી નવેમ્બરના રિપબ્લિક પ્રોક્લેમેશન ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે રાજતંત્રના અંત અને ગણરાજ્યની જાહેરાતની યાદ અપાવે છે. લેટિન અમેરિકામાં અનેક દેશ માટે ગણતંત્ર દિવસ ઔપનિવેશિક દૌર બાદ એક નવા રાષ્ટ્રના જન્મની સ્ટોરી પણ એક્સપ્લેન કરે છે. 

દક્ષિણ આફ્રિકાઃ
દક્ષિણ આફ્રિકામાં પહેલાં 31મી મેના રિપબ્લિક ડેની ઉજવણી કરવામાં આવતી હતી, પરંતુ સમયની સાથે રાષ્ટ્રીય પ્રતિક બદલાયા અને હવે અહીં 27મી એપ્રિલના ફ્રીડમ ડેની ઉજવણી કરવામાં આવે છે. દક્ષિણ આફ્રિકામાં આ દિવસ રંગભેદની સમાપ્તિના પ્રતિક સમાન છે. એટલું જ નહીં આ દિવસ એ પણ દર્શાવે છે કે દેશ પોતાના ઇતિહાસને સમયની સાથે નવા નવા અર્થ આપે છે.

વધુ જુઓ...