Tue Jan 20 2026

Logo

White Logo

નાલાસોપારામાં 1.85 કરોડ રૂપિયાની : અંબરગ્રીસ જપ્ત: બેની ધરપકડ

10 hours ago
Author: Yogesh D Patel
Video

થાણે: નાલાસોપારા પૂર્વમાં 1.85 કરોડ રૂપિયાની અંબરગ્રીસ (વ્હેલની ઊલટી) વેચવા આવેલા શખસને તુલિંજ પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીને અંબરગ્રીસ વેચવા માટે આપનારા થાણેના યુવકની પણ બાદમાં ધરપકડ કરવામાં આવી હતી.
તુલિંજ પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ પાલઘર જિલ્લાના જવ્હાર તાલુકાના રહેવાસી કાદર ગફાર કરગથ્રા (52) અને થાણેના કાસારવડલી વિસ્તારમાં રહેતા કિશોર મહાદેવ તપસાળે તરીકે થઇ હતી. 

તુલિંજ પોલીસ સ્ટેશનના અધિકારીને માહિતી મળી હતી કે નાલાસોપારા પૂર્વમાં 90 ફીટ રોડ પર પ્રગતિનગર ખાતે શનિવારે એક વ્યક્તિ અંબરગ્રીસ વેચવા માટે આવવાની છે. આથી પોલીસ ટીમે ત્યાં છટકું ગોઠવ્યું હતુંં અને કાદર ગફાર કરગથ્રાને તાબામાં લીધો હતો. કાદરની ઝડતી લેવામાં આવતાં અંબરગ્રીસ મળી આવી હતી. આથી કાદર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરાઇ હતી. કાદરને અંબરગ્રીસ કાસારવડવલીમાં રહેનારા કિશોર તપસાળેએ આપી હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યા બાદ તેને પણ તાબામાં લેવાયો હતો.