Tue Jan 20 2026

Logo

White Logo

મુંબઈની કોર્ટે પાંચ દાયકા બાદ : 7.65 રૂપિયાની ચોરીનો કેસ બંધ કર્યો...

1 day ago
Author: Yogesh D. Patel
Video

Mazgaon Court


મુંબઈ: મઝગાવની કોર્ટે 7.65 રૂપિયાની ચોરીના પચાસ વર્ષ જૂના કેસમાં પોલીસ તપાસ છતાં બે આરોપી ઓળખી ન શકાતાં અને ફરિયાદીનું પગેરું ન મળતાં આખરે આ કેસ બંધ કરવાનો ફેંસલો સંભળાવ્યો હતો. કાનૂની પ્રણાલીનો ભરાવો કરતાં કોલ્ડ સ્ટોરેજમાં રહેલા દાયકાઓ જૂના કેસોમાં ઘણા બધા તાજેતરના ચુકાદામાંથી આ એક છે.

આરોપી મૃત્યુ પામ્યા હોય, ઓળખ નહીં શકાતા હોય અથવા પગેરું ન મળ્યું હોય તેવા જૂના કેસોનો નિકાલ કરવાના પ્રયાસના ભાગરૂપે મઝગાવ કોર્ટે 19778નો કેસ બંધ કરી દીધો છે. 
1977ના આ કેસમાં બે અજ્ઞાત ચોરે 7.65 રૂપિયાની ચોરી કરી હતી, જે તે સમયે મોટી રકમ ગણાતી હતી. જોકે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કરવા છતાં બંને આરોપીનું પગેરું મળ્યું નહીં, જેને કારણે આ મામલો કોલ્ડ સ્ટોરેજમાં પડી રહ્યો હતો.

જુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (મઝગાવ કોર્ટ) આરતી કુલકર્ણીએ 14 જાન્યુઆરીના રોજ એવી નોંધ કરીને આ કેસ બંધ કર્યો હતો કે મામલો પચાસ વર્ષ જૂનો છે અને કોઇ પણ પ્રગતિ વિના બિનજરૂરી રીતે પડતર રહ્યો છે.

આ કેસમાં વધુ પડતો સમય વીતી ગયો છે. આથી હવે તેને પડતર મૂકવાનો કોઇ અર્થ નથી, એવી નોંધ કરીને ભારતીય દંડસંહિતાની કલમ 379 (ચોરી) હેઠળ દાખલ ગુનાના બંને આરોપીને કોર્ટે આ કેસમાંથી મુક્ત કર્યા છે અને ચોરીના 7.65 રૂપિયા ફરિયાદીને પરત કરવાના નિર્દેશ આપ્યા હતા. જો ફરિયાદી પણ નહીં મળે તો આ રકમ અપીલના સમયગાળા બાદ સરકારી ખાતામાં જમા કરવા જણાવ્યું હતું. 

ચોરીની રકમ 2,000થી ઓછી હોવાથી કેસ ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 260 હેઠળ ચલાવાયો હતો, જેમાં ઝડપી ન્યાયની ખાતરી આપવા માટે ચોરીની માલમતાનું મૂલ્ય નાનું હોય તેના સહિત નાના ગુના માટે સમરી ટ્રાયલને મંજૂરી આપે છે.

એ જ રીતે ભારતીય પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટ હેઠળ દાખલ ગુનાના આરોપીનું 1995માં ચાર્જશીટ દાખલ કરાઇ ત્યારથી પગેરું મળતું ન હોવાથી 30 વર્ષ જૂના આ કેસમાંથી આરોપીને ડિસ્ચાર્જ આપી દીધો હતો. એ જ પ્રમાણે 2003ના બેદરકારીથી ડ્રાઇવિંગ કરવાના કેસમાં આરોપી, ફરિયાદી અને સાક્ષીદારોનું પણ પગેરું ન મળતું હોવાથી કેસ બંધ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપીઓ નજીકના ભવિષ્યમાં મળવાની કોઇ ઉચિત શક્યતા નથી અને તેથી અનિશ્ર્ચિત સમય સુધી તેમની વિરુદ્ધનો કેસ ચાલુ રાખવું અયોગ્ય છે, એવી નોંધ કોર્ટે કરી હતી. (પીટીઆઇ)