Tue Jan 20 2026

Logo

White Logo

જસદણ દુષ્કર્મ કેસ: : આરોપી પોલીસ કાર્યવાહીથી ફફડી ઉઠ્યો, કહ્યું- મારી ભૂલ થઈ...

1 month ago
Author: Vimal Prajapati
Video

રાજકોટઃ જસદણ તાલુકાના આટકોટમાં છ વર્ષની બાળકી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ હેવાનિયતની ઘટનાના આરોપી રામસિંહ હવે ભાંગી પડ્યો છે અને પોતાની ભૂલ સ્વીકારી છે. આ કેસમાં પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે. ગઈકાલે આરોપીએ હુમલાનો પ્રયાસ કર્યો તો પોલીસે સ્વ-બચાવમાં ફાયરિંગ પણ કર્યું હતું, તેમાં આરોપીને પગમાં ગોળી વાગી હતી. હવે આરોપી પોલીસ સામે આજીજી કરીને પોતાની ભૂલ નહીં પરંતુ હેવાનિયત સ્વીકારી રહ્યો છે. 

પોલીસ સમક્ષ દુષ્કર્મી નરાધમે કરી આજાજી

આરોપી કહે છે કે 'મારી ભૂલ થઈ ગઈ. હું ક્યારેય ગુજરાત સામે જોઈશ નહીં. હું કયારેય ગુજરાતમાં આવીશ નહીં.' આરોપીના આ શબ્દો પરથી ખબર પડી જાય છે કે, પોલીસની પોતાના કામગારી બરાબર કરી બતાવી છે. આ કાર્યવાહીના કારણે આ હેવાન દુષ્કર્મીમાં ફફડાટ ફેલાયો છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આરોપીએ ગુનો તો કબૂલ કર્યો છે, પરંતુ સાથે સાથે ભવિષ્યમાં ગુજરાતમાં નહીં આવવા અને આવી ભૂલ ક્યારેય નહીં કરે એ પણ જણાવ્યું છે. જોકે, આવા આરોપીને કોર્ટ કડકમાં કડક સજા કરે તેવી માંગણી કરવામાં આવી રહી છે. 

ફાયરિંગમાં આરોપીને બંને પગે ઇજા થઈ હતી

આટકોટની 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું હતું. દુષ્કર્મ આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે નરાધમને પગમાં ગોળી મારી હતી.. ફાયરિંગમાં આરોપીને બંને પગે ઇજા થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હોવાથી પોલીસે સ્વ-બચાવમાં ફાયરિંગ કર્યું હતું. પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપીને પગમાં ગોળી વાગી હતી. આરોપીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો, ત્યાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન એક પોલીસ કર્મચારી પણ ઘાયલ થયો હતો. આ પોલીસ કર્મીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું.