મુંબઈ: મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપ સમર્થિત મહાયુતિએ જીત મેળવી છે. જેની બાદ હવે રાજકારણ ગરમાયું છે. જેમાં શિંદે શિવસેનાના વિજેતા કાઉન્સિલરો ફાઇવ સ્ટાર હોટલમાં રોકાયા છે. જ્યારે ઉદ્ધવ ઠાકરેએ માફી માંગી છે. જેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બીએમસીમાં મહાયુતિની જીત બાદ તાત્કાલિક પગલાં લીધાં છે. તેમજ પક્ષપલટાનો ભય હોવાથી 29 નવા ચૂંટાયેલા કાઉન્સિલર ને બાંદ્રાની એક હોટલમાં મોકલ્યા છે. મુંબઈમાં શિંદે શિવસેનાના તમામ વિજેતા કોર્પોરેટરોને ત્રણ દિવસ માટે ફાઇવ સ્ટાર હોટલમાં રાખવામાં આવશે. મહાવિકાસ અઘાડી કાઉન્સિલરોને તોડે નહિ તેની માટે તેમને હોટલમાં રાખવામાં આવશે.
બીએમસીની 227 બેઠકમાં બહુમતીનો આંકડો 114
બીએમસીની 227 બેઠકમાં બહુમતીનો આંકડો 114 છે. જેમાં ભાજપે 89 બેઠકો જીતી હતી અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ 29 બેઠકો જીતી હતી. આમ ગઠબંધનને કુલ 118 બેઠકો મળી હતી જે બહુમતીથી ફક્ત ચાર બેઠકો ઓછી છે. બીએમસી મેયરની ચૂંટણી પૂર્વે શિંદેએ તેમના નવા ચૂંટાયેલા કાઉન્સિલરોને એક હોટલમાં રાખ્યા છે જેથી પક્ષપલટો અટકાવી શકાય.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું જનતાની માફી માંગુ છું
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં હાર બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, હું બધી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં પ્રચાર કરી શક્યો નહીં. હું શિવસેનાના સભ્યો અને તે બધી મ્યુનિસિપલ કોર્પોરેશનના જનતાની માફી માંગુ છું. આ ચૂંટણી સત્તામાં રહેલા લોકો દ્વારા ઘૃણાસ્પદ રીતે લડવામાં આવી હતી, જાણે કે તે જીવન અને મૃત્યુનો પ્રશ્ન હોય. અમારા ઘણા કાર્યકરોને હેરાન કરવામાં આવ્યા હતા. મુંબઈમાં અમારા પોતાના મેયરની અમારી ઇચ્છા હતી, અને તે આજે પણ સાચું છે. અમારી સભા માટે શિવાજી પાર્ક લોકોથી ભરેલું હતું. તેઓએ શિવસેનાને નાબૂદ કરવા માટે તમામ પ્રયાસો કર્યા.
ચૂંટણીના ચાર દિવસ પહેલા લોકોને પૈસા વહેંચવામાં આવ્યા
આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેએ આક્ષેપ લગાવ્યો કે, ચૂંટણીના ચાર દિવસ પહેલા વિકાસના નામે લોકોને પૈસા વહેંચવામાં આવ્યા હતા. તેઓ કાગળ પર શિવસેનાને નાબૂદ કરી શકે છે. પરંતુ ગ્રાસ રુટમાં કામ કરતી શિવસેનાનો નાબૂદ નહિ કરી શકે. હું મુંબઈના લોકોનો આભાર માનું છું. તેઓ અમને વધુ આશીર્વાદ આપશે. શિવસેના અને મનસેના કાઉન્સિલરો કોર્પોરેશનમાં સાથે મળીને કામ કરશે.