ન્યૂ યોર્કઃ અમેરિકન રિપબ્લિકન સાંસદ રિચ મેકકોર્મિકે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અંગે વાંધો ઉઠાવ્યો છે. આવું પહેલી વખત નથી થયું કે, અમેરિકામાં ટ્રમ્પનો ભારતના કારણે વિરોધ થયો હોય! અમેરિકા જે રીતે ભારત વિરુદ્ધ નીતિઓ બનાની રહ્યું તે મામલે રિચ મેકકોર્મિકે એક ચેતવણી આપી છે. રિચ મેકકોર્મિકેનું કહેવું છે કે, પાકિસ્તાન અમેરિકામાં રોકાણ લાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે, જ્યારે ભારત માત્ર રોકાણ નથી લેતું પરંતુ અમેરિકામાં પણ મોટું રોકાણ કરીને અર્થતંત્રને મજબૂત બનાવે છે. હવે બની શકે કે, ડ્રમ્પ રિચ મેકકોર્મિક સામે પણ પગલા લઈ શકે છે.
ભારત જેવા વિશ્વાસપાત્ર મિત્રને અલગ ના કરવું જોઈએ
સામાન્ય ગણિત છે કે, 30 કરોડની વસ્તીવાળા પાકિસ્તાનથી અમેરિકાને આર્થિક રીતે કોઈ ફાયદો થતો નથી અને ભારત જેવા વિશ્વાસપાત્ર મિત્રને અલગ કરવું આખી વિશ્વ માટે મોટી મુશ્કેલી પેદા કરશે. તેવું રિચ મેકકોર્મિકનું કહેવું છે. જે કેટલેક અંશે સાચું પણ છે. કારણ કે, ભારત હવે આત્મનિર્ભર બની રહ્યું છે. હવે માત્ર આયાત નથી થતી પરંતુ નિકાસમાં પણ ભારત પ્રગતિ કરી રહ્યું છે. રિચ મેકકોર્મિકને ભારતની પ્રતિભા શક્તિની પણ પ્રશંસા કરી છે. ભારતમાંથી અનેક લોકો અમેરિકા જાય છે અને ત્યાં ખૂબ જ સારી સેવા પણ આપે છે.
રિચ મેકકોર્મિકના સમર્થનમાં આવ્યાં ડેમોક્રેટ સાંસદ એમી બેરા
રિચ મેકકોર્મિક ટ્રમ્પ વહીવટને સંદેશ આપ્યો કે, ભારતને મિત્ર બનાવી રાખવાથી પ્રદેશમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે, અને ચીન વિરુદ્ધ ભારત મજબૂત સંતુલન રાખશે તેવો દાવો પણ કર્યો છે. મહત્વની વાત એ પણ છે કે, રિચ મેકકોર્મિકના વાતને ડેમોક્રેટ સાંસદ એમી બેરાએ પણ સમર્થન આપ્યું છે. એમી બેરાએ કહ્યું કે, અમેરિકી કંપનીઓ ભારતમાં અબજો ડોલરનું રોકાણ કરે છે, જ્યારે પાકિસ્તાન સાથે એવી કોઈ ભાગીદારી નથી. પરંતુ હવે પ્રશ્ન એ છે કે, શું અમેરિકન રાષ્ટ્રપતિ આ વાત પર ધ્યાન આપશે ખરા?
રિચ મેકકોર્મિકને પીએમ મોદીને સાચા રાષ્ટ્રવાદી ગણાવ્યાં
અમેરિકાએ ભારત પર વધારાનો ટેરિફ લગાવ્યો છે તેમાં પણ આ સાંસદોએ વિરોધ નોંધાવ્યો છે. ભારત રશિયા પાસેથી તેલની ખરીદી કરે છે તેમાં રિચ મેકકોર્મિકને પીએમ મોદીનો બચાવ કર્યો અને તેમને ભારતના સાચા રાષ્ટ્રવાદી ગણાવ્યાં છે. તર્ક એવો છે કે, પીએમ મોદી દેશહિત માટે સસ્તા ભાવે રશિયા પાસેથી તેલની ખરીદી કરીને ભારતની અર્થવ્યવસ્થાને વધારે મજબૂત બનાવી રહ્યાં છે. જો કે, ભારતમાં પીએમની આ નીતિનો કેટલાક નેતાઓ વિરોધ પણ કરી રહ્યાં છે. રિચ મેકકોર્મિકનો દાવો એવો પણ છે કે, ભારતને અલગ કરવું અમેરિકા માટે મોટા આર્થિક સંકટને આમંત્રણ આપવા બરાબર છે. એટલે કે મુદ્દાની વાત એ છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પને ભારત સાથે સંબંધો ના બગાડવાની સલાહ આપવામાં આવી છે.