દુબઈ: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ICC મેન્સ T20 વર્લ્ડકપ 2026 માટે પોતાની ટીમ ભારત મોકલવાની મનાઈ કરી છે, BCBએ તેમની ટીમની તમામ મેચ શ્રીલંકામાં શિફ્ટ કરવા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)ને વિનંતી કરી છે, જેની શક્યતા ઓછી જણાતા BCBએ આયર્લેન્ડ સાથે ગ્રુપ બદલવા વિનંતી કરી હતી. ક્રિકેટ આયર્લેન્ડ(CI) એ BCBની વિનંતી અંગે પ્રતિક્રિયા આપી છે.
T20 વર્લ્ડકપ 2026ના શેડ્યુલમાં બાંગ્લાદેશ ટીમની વેસ્ટ ઈન્ડિઝ, ઇટાલી, ઈંગ્લેન્ડ અને નેપાળ સાથે ગ્રુપ C રાખવામાં આવી છે, ગ્રુપ સ્ટેજમાં બાંગ્લાદેશની ટીમને ત્રણ મેચ કોલકાતા અને એક મેચ મુંબઈમાં રમવાની છે. આયર્લેન્ડની ટીમને ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને ઓમાન સાથે ગ્રુપ Bમાં સ્થાન મળ્યું છે. આયર્લેન્ડની ટીમ ગ્રુપ સ્ટેજમાં તેના દરેક મેચ શ્રીલંકામાં રમવાની છે.
ક્રિકેટ આયર્લેન્ડનો જવાબ:
BCBએ ICCને વિનંતી કરી હતી કે બાંગ્લાદેશની ટીમને ગ્રુપ-Bમાં આયર્લેન્ડની ટીમની જગ્યાએ સ્થાન મળે. BCBના આ પ્રસ્તાવ અંગે ક્રિકેટ આયર્લેન્ડ (CI) એ જણાવ્યું હતું કે તેમની ટીમન વર્લ્ડ કપ શેડ્યૂલમાં કોઈ ફેરફાર થશે નહીં, ટીમ ગ્રુપ વર્લ્ડ કપમાં તેમની તમામ ગ્રુપ સ્ટેજ મેચ શ્રીલંકામાં રમશે.
ભારતમાં સલામતી અંગે BCBને ચિંતા:
અગાઉ, BCBએ સ્પષ્ટ કર્યું હતું કે તે ટી20 વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશ ટીમને ભારત નહીં મોકલે. BCB ટીમના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, બાંગ્લાદેશી ચાહકો, મીડિયા કર્મીઓ અને અન્ય લોકોની ભારતમાં સલામતી અને સુરક્ષા અંગે ચિંતાઓ પણ વ્યક્ત કરી હતી.
BCBએ ગ્રુપ સ્ટેજની મેચ ભારતની બહાર ખસેડવા વિનંતી કરી હતી, ICCએ જણાવ્યું હતું કે લોજિસ્ટિકલ કારણોસર આ ફેરફાર મુશ્કેલ છે., ત્યાર બાદ BCBએ ગ્રુપ બદલાવનું સુચન કર્યું હતું. એક પ્રેસ રિલીઝમાં બ્ચ્બે કહ્યું "અન્ય મુદ્દાઓ ઉપરાંત, ઓછામાં ઓછા લોજિસ્ટિકલ ફેરફાર કરવા પડે એ મુજબ બાંગ્લાદેશને એક અલગ ગ્રુપમાં ખસેડવાની શક્યતા પર ચર્ચા કરવામાં આવી હતી."