Tue Jan 20 2026

Logo

White Logo

પોલીસના સ્વાંગમાં મહિલાના 13 લાખ રૂપિયા : પડાવનારા ત્રણ આરોપી ઝડપાયા: કાર જપ્ત

1 day ago
Author: Yogesh D. Patel
Video

Deonar Police Station


મુંબઈ: ગોવંડી વિસ્તારમાં પોલીસના સ્વાંગમાં 58 વર્ષની મહિલાના 13 લાખ રૂપિયા પડાવનારા ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી બોગસ નંબરપ્લેટ લગાવેલી કાર પણ જપ્ત કરવામાં આવી હતી.

દેવનાર પોલીસે ઝડપી પાડેલા આરોપીઓની ઓળખ પ્રવીણ શિવનારાયણ પાંડે, નિસાર અહમદ ઉર્ફે સલીમ શેખ અને સંજયકુમાર જગન્નાથ દુબે તરીકે થઇ હતી.
દેવનાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગોવડીમાં કે. ડી. જંકશન ખાતે પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે મસ્જિદ નજીક ક્રેટા કારમાં હાજર વ્યક્તિ સાથે વિવાદ કરી રહેલા અર્ટિગા કારમાંના ત્રણ જણ પર તેમની નજર પડી હતી.

આથી પોલીસે અર્ટિગા કારમાં હાજર ત્રણ જણને પૂછપરછ માટે તાબામાં લીધા હતા. એ સમયે અનિતા જોસ મિરાંડા (58) નામની મહિલા ત્યાં આવી પહોંચી હતી. વસઇમાં રહેતી અનિતાએ પોલીસને 13 લાખ રૂપિયાની ચોરી અંગે જાણ કરી હતી. દરમિયાન ત્રણેય જણને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા, જ્યાં પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેમણે પોલીસના સ્વાંગમાં મહિલાના 13 લાખ રૂપિયા પડાવ્યા હતા. આરોપીઓ પાસેથી પોલીસે 13 લાખ રૂપિયા હસ્તગત કર્યા હતા.