વડોદરાઃ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ના બે ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમને પાવરપ્લેમાં રનમશીનને વેગ ન આપી શકવાની ખામી મંગળવારે અહીં દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચમાં પણ નડી હતી, પરંતુ બ્રિટિશ ખેલાડી નૅટ સિવર-બ્રન્ટ (65 અણનમ, 45 બૉલ, બે સિક્સર, છ ફોર) ફરી એક વાર ટીમની વહારે આવી હતી અને મુંબઈને 5/154નો સન્માનજનક સ્કોર અપાવવામાં સૌથી મોટું યોગદાન આપ્યું હતું.
તેની અને કૅપ્ટન હરમનપ્રીત કૌર (41 રન, 33 બૉલ, સાત ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 78 રનની ભાગીદારી થઈ હતી.
એ પહેલાં, ઓપનિંગમાં સજીવન સજની (નવ રન) અને હૅલી મૅથ્યૂઝ (12 રન) ફરી એક વખત ફ્લૉપ જતાં પાવરપ્લે (POWERPLAY)માં ટીમની નબળાઈ છતી થઈ ગઈ હતી.
દિલ્હી વતી સ્પિનર શ્રી ચરનીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.