Tue Jan 20 2026

Logo

White Logo

આજનું રાશિફળ (21-01-26)­: ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ લઈને આવશે સારા સમાચાર, : જોઈ લો તમારા માટે તેવો રહેશે દિવસ?

3 hours from now
Author: Darshana Visaria
Video

મેષ:
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ એકદમ ઉર્જાથી ભરપૂર રહેશે, જેના કારણે તમે કાર્યસ્થળ પર લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સને પૂરા કરી શકશો. આર્થિક રીતે દિવસ લાભદાયક છે, પરંતુ રોકાણ કરતા પહેલા બજારની સ્થિતિ જાણી લેવી હિતાવહ છે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે અને જીવનસાથી સાથે કોઈ મહત્વના મુદ્દે ચર્ચા થઈ શકે છે. સામાજિક ક્ષેત્રે તમારી લોકપ્રિયતામાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે દિવસ મહેનત માગી લે તેવો છે, પણ સફળતા ચોક્કસ મળશે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે આજે તમારી મુલાકાત થઈ શકે છે. 

વૃષભ:
આ રાશિના વેપાર અને નોકરી કરી રહેલાં જાતકો માટે આજનો દિવસ પ્રગતિના નવા દ્વાર ખુલશે અને અણધાર્યો ધનલાભ થવાની શક્યતા છે. સામાજિક માન-સન્માન વધશે અને તમે કોઈ પ્રભાવશાળી વ્યક્તિના સંપર્કમાં આવશો જે ભવિષ્યમાં મદદરૂપ થશે. સંતાનોના શિક્ષણ અથવા કરિયરને લઈને કોઈ મહત્વના સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે, છતાં પૌષ્ટિક આહાર લેવાનું રાખવું. પ્રેમ જીવનમાં વિશ્વાસ વધશે અને પરસ્પર સમજદારીમાં સુધારો જોવા મળશે. આજે તમને એક પથી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જીવનસાથી સાથે શોપિંગ પર વગેરે માટે જઈ શકો છો. 

મિથુન:
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ વાણી અને વર્તનમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે, નહીંતર નજીકની વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે. આર્થિક આયોજનમાં થોડી મુશ્કેલી આવી શકે છે, તેથી બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો જોઈએ. કાર્યસ્થળ પર કામનું ભારણ વધુ રહેશે, પરંતુ શાંત મનથી કામ કરવાથી ઉકેલ મળશે. અજાણ્યા લોકો પર વધુ પડતો વિશ્વાસ ન મૂકવો. સાંજનો સમય પરિવાર સાથે પસાર કરવાથી માનસિક શાંતિનો અનુભવ થશે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે, નહીં તો સંબંધોમાં ખટપટ થવાની શક્યતા છે.

કર્ક
કર્ક રાશિના જાતકો આજે પોતાની રચનાત્મક શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને કંઈક નવું નવું ટ્રાય કરશે. આને કારણે આજે કામના સ્થળે ઉપરી અધિકારી તમારી પ્રશંસા કરશે. પ્રોપર્ટી અથવા જમીન-મકાન સાથે જોડાયેલા કાર્યોમાં સફળતા મળવાના યોગ છે. જીવનસાથીનો પૂરો સહયોગ મળશે, જે તમારા મનોબળને મજબૂત બનાવશે. જો તમે લાંબા સમયથી ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા હતા, તો આજે યોજના બની શકે છે. સ્વાસ્થ્ય સુધારવા માટે તમે યોગ અથવા કસરતની શરૂઆત કરી શકો છો. પરિવારમાં જો કોઈ મતભેદ ચાલી રહ્યો હતો તો આજે એનો પણ ઉકેલ લાવશો.

સિંહ:
સિંહ રાશિના નોકરી કરી રહેલાં જાતકોને આજે કામના સ્થળે કોઈ નવી અને મોટી જવાબદારી સોંપવામાં આવશે, જે તમારા કરિયર માટે માઈલસ્ટોન સાબિત થશે. ભાગ્યનો સાથ મળવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને દેવામાંથી મુક્તિ મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શુભ છે. મિત્રો સાથે મળીને કોઈ નવું સાહસ શરૂ કરવાના વિચાર આવશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી હિતાવહ છે, ઉતાવળ કરવી નહીં. આજે તમે કોઈને કોઈ વચન આપ્યું હશે તો તમારે એ કોઈ પણ ભોગે પૂરું કરવું પડશે. 

કન્યા:
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના કામકાજમાં વધુ મહેનત અને એકાગ્રતા રાખવી પડશે, જેનાથી તમને ઉત્તમ પરિણામ મળશે. નાણાકીય લેવડદેવડમાં સાવધ રહેવું અને કોઈ પણ કાયદાકીય દસ્તાવેજ પર સહી કરતા પહેલા તેને બરાબર વાંચી લેવો. ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, કારણ કે જૂની બીમારી ઉથલો મારી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં થોડો વિક્ષેપ પડી શકે છે, પરંતુ એકાગ્રતા જાળવી રાખવી. જીવનસાથી સાથે કોઈ જૂનો વિવાદ ઉકેલાશે. મોસાળ તરફથી આજે તમને આર્થિક ધનલાભ થઈ રહ્યો છે. આજે કોઈ અજાણી વ્યક્તિ પર આંખો બંધ કરીને ભરોસો કરવાથી બચવું જોઈએ.

તુલા: 
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કળા, સંગીત અને લેખન ક્ષેત્રે જોડાયેલા લોકો માટે ખૂબ જ સફળ અને અનુકૂળ રહેશે અને તેમને કોઈ નવો મંચ મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે, જેના કારણે આર્થિક સ્થિતિમાં તેજી જોવા મળશે. વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે અથવા વિદેશથી કોઈ મહત્વના સમાચાર મળશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. તમારી કાર્યશૈલીમાં ફેરફાર લાવવો ભવિષ્ય માટે લાભદાયક સાબિત થશે. નોકરી શોધી રહેલાં જાતકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વિદેશથી વેપાર કરી રહેલાં લોકોને આજે કોઈ મોટો ઓર્ડર મળી શકે છે. 

વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો વ્યસ્તતાથી ભરપૂર રહેવાનો છે, પરંતુ સાંજ સુધીમાં પરિસ્થિતિ અંડર કન્ટ્રોલ આવી જશે. આજે તમને કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તમને કામમાં મદદ મળી શકે છે. ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી છે, નહીંતર આર્થિક તંગી અનુભવાઈ શકે છે. પ્રેમ જીવનમાં થોડા ઉતાર-ચઢાવ આવી શકે છે, તેથી શાંતિથી કામ લેવું. સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખવી, ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે. હરવા ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે, પરંતુ તમારે એ મહત્ત્વની માહિતી કોઈ બીજા સાથે શેર કરવાથી બચવું પડશે. 

ધન:
ધન રાશિના જાતકોને આજે પોતાની મહેનત અને લગનથી લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. આજે તમને શેરબજાર અથવા લાંબા ગાળાના રોકાણમાંથી ફાયદો થવાની પૂરી શક્યતા છે. પરિવારમાં ભાઈ-બહેનોનો સહયોગ મળશે અને કોઈ જૂની મિલકતનો વિવાદ ઉકેલાઈ શકે છે. ધાર્મિક યાત્રા પર જવાનો મોકો મળશે જે માનસિક શાંતિ અપાવશે. વેપારમાં નવી વ્યૂહરચના કામ લાગશે. આજે તમે તમારી આસપાસના લોકોને તમારી વાણીથી પ્રભાવિત કરી શકશો. સંતાનની સંગત પર આજે તમારે વિશેષ ધ્યાન આપવું પડશે, નહીં તો કોઈ ખોટી સંગતમાં ફસાઈ શકે છે. 

મકર: 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સુખ-શાંતિથી ભરપૂર રહેશે. આ સમયે તમે માનસિક રીતે મજબૂત અનુભવશો. કરિયરમાં બઢતી અથવા સારા પગાર સાથે નવી નોકરી મળવાના યોગ છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારી સલાહ લેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને લગ્ન ઈચ્છુક જાતકો માટે સારા સંબંધો આવી શકે છે. તમારી અંદર છુપાયેલી ટેલેન્ટને બહાર લાવવા માટે આજનો દિવસ સર્વોત્તમ રહેવાનો છે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ શોપિંગ પર જવાનું પ્લાનિંગ કરી શકો છો. 

કુંભ:
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ વાણી અને વર્તન બંને પર સંયમ રાખવો પડશે, કોઈની સાથે વગર કારણે વિવાદમાં ન પડવું. કાર્યસ્થળ પર વિરોધીઓ તમારી વિરુદ્ધ કાવતરું કરી શકે છે, તેથી સાવધ રહેવું. વિદેશથી વ્યવસાય કરતા લોકોને મોટો ઓર્ડર મળી શકે છે. બિનજરૂરી ચિંતાઓ છોડીને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું. યોગ અને પ્રાણાયામ કરવાથી તમે માનસિક તણાવમાંથી મુક્તિ મેળવી શકશો. નાણાકીય બાબતોમાં સંતુલન જાળવવું જરૂરી છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ તમારા માટે ખૂબ જ અનુકૂળ અને સારો રહેવાનો છે. ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. 

મીન:
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક અને પ્રગતિશીલ રહેવાનો છે. આજે તમારા લાંબા સમયથી અટકી પડેલાં સરકારી કામો પૂરા થશે, જેને કારણે તમારું મન પ્રસન્ન રહેશે. આજે તમને સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળવાથી પરિવારમાં ઉત્સવ જેવું વાતાવરણ રહેશે. તમારી કલ્પનાશક્તિ અને મહેનતના સમન્વયથી તમે અશક્ય કામોને પણ શક્ય બનાવી શકશો. સ્વાસ્થ્ય સુધારવા માટે તમે આહારમાં ફેરફાર કરશો જે ફાયદાકારક રહેશે. રોકાણ માટે દિવસ ઉત્તમ છે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી વગેરે પ્લાન કરશો.