નવી દિલ્હી: ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નવા ચૂંટાયેલા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને લોકોને ખાસ કરીને યુવાનોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભારતને વિકસિત બનાવવાના સંકલ્પને પુરા કરવા માટે રાજકારણમાં આવવા માટેનો આગ્રહ કર્યો હતો અને પાર્ટી કાર્યકર્તાઓને તેમના કાર્યને યોગ્ય ઓળખ આપવાની ખાતરી આપતા કહ્યું હતું કે ભાજપનું "દેખરેખ" તંત્ર એટલું મજબૂત છે કે તે તમામના પ્રયાસો પર ધ્યાન આપી શકે છે.
પાર્ટીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તેમના નામની જાહેરાત બાદ ભાજપ મુખ્યાલય ખાતે એક કાર્યક્રમને સંબોધતા નબીને પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સફળતા સુનિશ્ચિત કરવા માટે તમામ સંભવ પ્રયાસો કરવા કહ્યું હતું જેથી "સનાતન પરંપરાઓ અને શ્રદ્ધા" અને દેશને વસ્તી વિષયક ફેરફારોથી બચાવી શકાય.
15 ઓગસ્ટ, 2025ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને જાહેર જીવનમાં પ્રવેશવા હાકલ કરી હતી. હું દેશના યુવાનોને કહેવા માંગુ છું કે રાજકારણથી અંતર રાખવું એ ઉકેલ નથી પરંતુ સક્રિય યોગદાન આપવું તે ઉકેલ છે.”
નબીને કહ્યું હતું કે, વડા પ્રધાન મોદીના ભારતને એક વિકસિત દેશ બનાવવાના સંકલ્પને પૂર્ણ કરવા માટે યુવાનોએ આગળ આવીને અને "સકારાત્મક રાજકારણ"માં સામેલ થવાની જરૂર છે. હું યુવાનોને એ પણ બતાવવા માંગુ છું કે રાજકારણમાં કોઈ શોર્ટકટ નથી. રાજકારણ એ 100 મીટરની દોડ નથી પણ એક મેરેથોન છે જ્યાં વ્યક્તિની સહનશક્તિની કસોટી થાય છે, ગતિની નહીં. આગળ આવો અને આ રાજકીય પીચ પર આપણા મૂળને મજબૂત રાખીને કામ કરીએ."
45 વર્ષીય નબીનને મંગળવારે પાર્ટી મુખ્યાલયમાં સંગઠન પર્વના સમાપન બાદ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં બૂથથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી પાર્ટીના વિવિધ પદો માટે ચૂંટણીઓ યોજાઈ હતી. તેઓ બિહારથી પાંચ વખત ધારાસભ્ય છે અને 14 ડિસેમ્બરે ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત થયા તે પહેલાં રાજ્ય સરકારમાં કાયદા અને ન્યાય, શહેરી વિકાસ અને ગૃહનિર્માણ મંત્રી હતા.
ભાજપના વડાએ પાર્ટી કાર્યકરોને સંપૂર્ણ સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે બૂથ અને મંડલ સ્તરે કામ કરવાનું ચાલુ રાખવા કહ્યું હતું. ભાજપનું દેખરેખ તંત્ર એટલું મજબૂત છે કે તે દરેક નાની-નાની વિગતો પર નજર રાખી શકે છે અને એક દિવસ તમને તમારા લાયક સ્થાન પર લઈ જશે.
પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં આગામી ચૂંટણીઓ પહેલા રાજ્યોમાં "ડેમોગ્રાફિક ફેરફારો" પર ચર્ચા થઈ રહી છે.