Tue Jan 20 2026

Logo

White Logo

રાજકોટથી ગાંધીનગર નવી : એસ.ટી બસ સેવાનો પ્રારંભ, ધારાસભ્યએ બસ ચલાવી...

2 hours ago
Author: Chandrakant Kanoja
Video

રાજકોટ : ગુજરાતમાં રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળાએ આજે રાજકોટમાં એસ.ટી. બસ ડ્રાઈવ કરી હતી. ધારાસભ્ય રાજકોટથી  ગાંધીનગર વચ્ચે શરૂ કરવામાં આવેલી નવી  એસ.ટી. બસ સર્વિસના લોકાર્પણ સમયે  બસના ડ્રાઈવરની સીટ પર બેસીને બસ ચલાવતા નજરે પડ્યા હતા.એસ.ટી. બસ ચલાવતા ધારાસભ્યને જોવા માટે ડેપો પર લોકો એકત્ર થયા હતા.

લીલી ઝંડી આપી બસનું પ્રસ્થાન કરાવ્યું હતું

રાજકોટના મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી એસ.ટી. નિગમ દ્વારા રાજકોટ અને ગાંધીનગર વચ્ચે નવી  બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ ટીલાળા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લીલી ઝંડી આપી બસનું પ્રસ્થાન કરાવ્યું હતું. પરંતુ ત્યારબાદ તેઓ પોતે ડ્રાઈવરની સીટ પર ગોઠવાઈ ગયા હતા. 

મુસાફરોની માંગને લઈ માર્ગ પરિવહન વિભાગે સુવિધા શરૂ કરી 

ઉલ્લેખનીય છે કે, રાજકોટ થી અત્યાર સુધી ગાંધીનગર જવા માટે માત્ર વહેલી સવારની જ સુવિધા ઉપલબ્ધ હતી. પરંતુ હવે મુસાફરોને સાંજના સમયે પણ એસી બસનો વિકલ્પ મળી રહેશે. આજથી  રાજકોટ એસટી બસ પોર્ટ પરથી બસને ફ્લેગઓફ કરવામાં આવી છે.  જેમાં મુસાફરોની માંગને લઈ માર્ગ પરિવહન વિભાગે સુવિધા શરૂ કરી છે. રૂપિયા 452ના ભાડા સાથે સાંજે 4 વાગે બસ ઉપડશે.જેમાં  મુસાફરોની સુવિધામાં મોટો વધારો કરતા રાજકોટથી ગાંધીનગર વચ્ચે પહેલીવાર એસી સીટર બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.