Tue Jan 20 2026

Logo

White Logo

BMC ચૂંટણી ૨૦૨૬ : મુંબઈ મહાનગરપાલિકામાં ભૂતપૂર્વ નગરસેવકોનું કમ-બેક

1 day ago
Author: Sapna Desai
Video

(અમારા પ્રતિનિધિ તરફથી) 
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓના અનેક મજબુત ગણાતા ઉમેદવારોને હારનો સામનો કરવો પડયો છે ત્યારે વર્ષોથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા અનેક અનુભવી ભૂતપૂર્વ નગરસેવકો ફરી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા, જેને કારણે ૨૦૨૬ની ચૂંટણીનો જંગ રાજકીય પક્ષોના જ નહીં પણ બાજુએ કરી દેવાયેલા નેતાઓ માટે પણ અસ્તિત્વ ટકાવી રાખવાનો જંગ સાબિત થયો હતો.

દેશની સૌથી શ્રીમંત ગણાતી મુંબઈ મહાનગરપાલિકામાં મુખ્ય રાજકીય પક્ષોએ મોટાભાગને જાણીતા ચહેરાઓને જ મેદાનમાં ઉતાયાર્ર્ હતા, જેમાં ૨૦૧૭માં ચૂંટાયેલા નગરસેવકો તેમના પાર્ટનર , બાળકો અને નજીકના સંબંધીઓ વગેરેનો સમાવેશ થાય છે.  રાજકીય પક્ષોની આ રણનીતિ તેમને માટે ફાયદાકારક સાબિત થઈ હોવાનું ચૂંટણીના રિઝલ્ટ પરથી જણાઈ આવ્યું છે. લગભગ ૮૦થી વધુ ભૂતપૂર્વ નગરસેવકો તેમની બેઠકો પાછી મેળવવામાં સફળ થયા છે, જેમાં અમુક સીટ પર તેઓએ જાતે જીત મેળવી છે તો અમુકમાં તેમના સગા-સંબંધીઓએ જીત મેળવી છે, તેને કારણે અનેક વિસ્તારોમાં પાર્ટીનો ગઢ સચાવઈ ગયો છે અને પરિવારના હાથમાં ફરી સત્તા પણ આવી ગઈ છે. જોકે અમુક વિસ્તારમાં ભરખમ ગણાતા અને જીત નિશ્ર્ચિત મનાતા ઉમેદવારોને હારનો સામનો કરવો પડયો છે.

વર્ષો સુધી કૉંગ્રેસ સાથે વફાદાર રહ્યા બાદ કૉંગ્રેસનો હાથ છોડી ભાજપનો હાથ પકડનારા રવિ રાજાને ભાજપે મુંબઈના ઉપપ્રમુખ તરીકે નીમ્યા હતા. અનામતને કારણે તેઓ તેમના પરંપરાગત ગણાતા વોર્ડમાંથી ચૂંટણી લડી શક્યા નહોતા. તેમને પક્ષ તરફથી ભાજપ વોર્ડ નંબર ૧૮૫થી ટિકિટ આપવામાં આવી હતી. જયાં તેમને હારનો સામનો કરવો પડયો હતો. તો ગઈ ચૂંટણીમાં શિવસેના (યુબીટીના)ના દિગ્ગજ નેતા યશોધર ફણસેને ભાજપના યોગીરાજ દાભાડકરે હરાવ્યા હતા પણ આ વખતે વર્સોવા વોર્ડ નંબર ૫૯થી બંને ફરી સામ સામે ટકરાયા હતા, જેમાં  યશોધર ફણસે ગત ચૂંટણીની હારનો બદલો લીધો હતો અને ભરખમ મતોથી જીતીને તેમણે પાલિકામાં ફરી એન્ટ્રી કરી છે.  

ગઈ લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણી હારી ગયેલા ભૂતપૂર્વ વિધાનસભ્ય યામિની જાધવ આ  વખતે નસીબદાર સાબિત થયા હતા. ભાયખલાની વોર્ડ નંબર ૨૦૯ પરથી તેઓ જીતી ગયા છે. તો રાજકરણમાં પુનરાગમન કરવામાં અન્ય ભૂતપૂર્વ નગરસેવિકા નિષ્ફળ  ગયા છે. દહિસર (કૉંગ્રેસ) શીતલ મ્હાત્રે અને શિવસેના (શિંદે)ના રાજુલ પટેલનો સમાવેશ થાય છે. અવિભાજિત શિવસેનાના વફાદાર રાજુલ પટેલ ગયા વર્ષે શિંદે સેનામાં જોડાયા હતા. તો ભાજપના પાલિકાના ઉપનેતા વિનોદ મિશ્રાને વોર્ડ નંબર ૪૩થી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (શરદ પવાર)ના અજિત રાઉરાણેએ ૪૯૫ મતથી હરાવ્યા છે.  

સતત ત્રણ ટર્મ  સુધી નગસેવિક રહેલા અજિત રાવરાણે ૨૦૧૭માં વિનોદ મિશ્રા સામે હારી ગયા હતા. તો ભાજપના ઉજ્વલા મોડકને પણ હારનો સામનો કરવો પડયો છે.  કૉંગ્રેસના ભૂતપૂર્વ નગરસેવક અને વિરોધી પક્ષ નેતા રહેલા જ્ઞાનરાજ નિકમનો વોર્ડ અનામત થઈ જવાથી ૨૦૧૭ની ચૂંટણી તેઓ લડી શકયા નહોતા અને તેમની બેઠક પરથી તેમની પુત્રી નિકિતા નિકમ ચૂંટણી લડીને જીતી હતી. જોકે આ વખતે તેમને ૨૨૩માંથી ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ જીતી પણ ગયા છે. અન્ય ભૂતપૂર્વ નગરસેવકોમાં ભાજપના ચંદન શર્મા અને શિવા શેટ્ટી, અશ્ર્વિની મેટેનો પણ સમાવેશ થાય છે.