Tue Jan 20 2026

Logo

White Logo

કીર્તિ કોલેજના વાર્ષિક મહોત્સવ : 'મોક્ષ 2025'માં 'રિયલ લાઈફ સુપરહીરો'ને સન્માન

1 month ago
Author: Darshana Visaria
Video

મુંબઈ: કીર્તિ કોલેજના બીએએમએમસી (BAMMC) વિદ્યાર્થીઓનો વાર્ષિક મહોત્સવ 'મોક્ષ 2025' આ વર્ષે 16મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. 2010થી શરૂ થયેલા આ ઉત્સવમાં સર્જનાત્મકતા અને સામાજિક જાગૃતિને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આ વર્ષના કાર્યક્રમની થીમ હતી ‘રિયલ લાઈફ સુપરહીરો’, જેમાં ડૉક્ટર, શિક્ષક, વકીલ અને અન્ય જાહેર ક્ષેત્રના સેવકોને માન અપાયું.

9 ડિસેમ્બર 2025ના પ્રસિદ્ધ મરાઠી દિગ્દર્શક, અભિનેતા અને લેખક સંજય મોનેની હાજરીમાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં પ્રિન્સિપાલ અન્ય વાઈસ પ્રિન્સિપાલ અને HODએ ભાગ લીધો. ત્રણ દિવસીય મહોત્સવમાં ફોટોગ્રાફી, રિપોર્ટિંગ, રેપ, ડિજિટલ પોસ્ટર મેકિંગ, ટીવીસી અને રેડિયો જૉકી જેવી સ્પર્ધાઓ યોજાઈ. બીજા દિવસે સ્ટેન્ડ-અપ કોમેડી, અનિલ ગલ્લિપલ્લીની ઇન્સ્ટ્રુમેન્ટલ પ્રસ્તુતિ, શક્તિશાળી ડ્રામા, ટ્રેઝર હન્ટ અને ઊર્જાભર્યા ગ્રુપ ડાન્સ સ્પર્ધા યોજવામાં આવી હતી.

છેલ્લા દિવસે ગાયન, ડાન્સ, ફેશન શો અને મિસ્ટર એન્ડ મિસ મોક્ષ સ્પર્ધા યોજવામાં આવી હતી. વિશેષ આકર્ષણ રૂપે મરાઠી ફિલ્મો ઉત્તર અને અસુરવનની ટીમે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને તેમની ફિલ્મોને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. 'મુંબઈ સમાચાર' પણ આ ઈવેન્ટનું મીડિયા પાર્ટનર રહ્યું હતું.

'મોક્ષ 2025'એ દર્શાવ્યો છે કે સાચા સુપરહીરો આપણી આસપાસ જ રહે છે. વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને સર્જનાત્મકતાથી મહોત્સવને એક ટ્રિબ્યુટમાં