તહેરાનઃ ઈરાનમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. છેલ્લા 15થી પણ વધુ દિવસથી ત્યાં લોકો રસ્તા પર ઉતારી આવ્યાં છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ ઈરાનમાં પ્રદર્શન કરી રહેલા લોકોને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર વિશ્વાસ હતો કે તેઓ મદદ માટે આવશે. પરંતુ હવે આ પ્રદર્શનકારીઓેને આવી આશા હતી કે, ડોનાલ્ડ ટ્રમ્પ તેમની મદદ માટે આવશે. પરંતુ હવે આશાનું તે કિરણ ભૂંસાઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ બદલાઈ રહ્યું છે જેથી ઈરાનના પ્રદર્શનકારીઓને હવે તેની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ પ્રશ્ન એ છે કે, હવે મામલે વધારે ઉગ્ર બની ગયો છે. પ્રદર્શનકારીઓ માટે કોઈ પણ નિર્ણય લેવા જોખમી સાબિત થઈ શકે છે.
ટ્રમ્પના ભરોસે પ્રદર્શન કર્યા અને હવે કરી પીછેહઠ
ઈરાનમાં જ્યારે વિરોધ પ્રદર્શન શરૂ થયા ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિએ આ લોકોને પ્રદર્શન કરવા માટે ભડકાવ્યાં હતા અને ઈરાનની સરકારને ચેતવણી આપી હતી કે જો પ્રદર્શનકારીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યું તો તેનું પરિણામ ભારે પડશે! આ સાથે પ્રદર્શનકારીઓને આશ્વાસન આપ્યું હતું કે, તમારા માટે મદદ આવી રહી છે. જો કે, હવે ટ્રમ્પે પીછેહઠ કરી છે. જેથી ઈરાનીઓનો વિશ્વાસ તૂટ્યો છે, જેના વિશ્વાસે આ પ્રદર્શન થઈ રહ્યાં છે. તેણે આડકતરી રીતે મદદ કરવાની ના પાડી દીધી છે. પ્રદર્શનકારીઓને આશા હતી કે, અમેરિકા ઈરાનમાં સેના મુકીને તેમની મદદ કરી સરકાર સામે કાર્યવાહી કરશે.
અમેરિકાના ભરોસે ઈરાનમાં લોકો રસ્તા પર ઉતર્યાં હતાં
અમેરિકાના વિશ્વાસે ઈરાનમાં લોકો પોતાના જીવની ચિંતા કરતા વગર સરકાર સામે ખુલ્લેઆમ વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી ગયાં હતાં. પરંતુ હવે સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, અમેરિકાએ મધ્ય-પૂર્વમાં આવેલા તેના મહત્વના આર્મી કેમ્પ પરથી સૈન્યકર્મીઓને પાછા આવવા માટે ઓર્ડર આપ્યો છે. એટલું જ નહીં પરંતુ ટ્રમ્પે જાહેરાત પણ કરી છે કે, ઈરાનની સરકારે તેમને ખાતરી આપી છે કે તે વિરોધીઓને ફાંસી નહીં આપે. જેથી હવે અમેરિકા ઈરાનમાં કોઈ સૈન્ય કાર્યવાહી નહીં કરે તેવું એલાન કર્યું છે.
ટ્રમ્પનું નિવેદન ઈરાનના પ્રદર્શનકારીઓ માટે આઘાતજનક
રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલું આ નિવેદન ઈરાનમાં પ્રદર્શન કરી રહેલા લોકો માટે આઘાતજનક છે. આ પ્રદર્શનના કારણે અત્યાર સુધીમાં 15 હજારથી વધારે લોકોના મોત થયાં છે, જેમાં લોકો ટ્રમ્પને જવાબદાર માની રહ્યાં છે. દાવો એવો છે કે, પહેલા ટ્રમ્પ દ્વારા લોકોને પ્રદર્શન કરવા માટે ભડકાવવામાં આવે છે અને બાદમાં પીછેહઠ કરી દે છે. અમેરિકાએ ઈરાનીઓને આ રીતે દગો આપવ્યો હોવાનો પણ આક્ષેપ છે.