Tue Jan 20 2026

Logo

White Logo

દિલ્હી-એનસીઆરમાં ગ્રેપ 4ના પ્રતિબંધો હટાવાયા, : ગ્રેપ-3 ના પ્રતિબંધો લાગુ રહેશે...

2 hours ago
Author: Chandrakant Kanoja
Video

નવી દિલ્હી : દિલ્હી-એનસીઆરમાં વધતા વાયુ પ્રદૂષણના પગલે લાગુ કરવામાં આવેલા ગ્રેપ 4ના પ્રતિબંધોને દુર કરવામાં આવ્યા છે. જેમાં હવે દિલ્હીમાં ગ્રેપ-3 ના પ્રતિબંધો લાગુ રહેશે. દિલ્હીમાં વાયુની ગુણવત્તામાં થયેલા સુધારા બાદ આ નિણર્ય લેવામાં આવ્યો છે. ગ્રેપ-4ના પ્રતિબંધો હટાવાતા હવે બાંધકામ પ્રવૃત્તિઓ, ટ્રકોના પ્રવેશ અને અન્ય સંબંધિત પ્રતિબંધો પરના નિયંત્રણો હળવા કરવામાં આવશે. જેનાથી લોકોને થોડા અંશે રાહત મળશે.

નાગરિકોને પ્રદૂષણ નિયંત્રણમાં યોગદાન આપવા વિનંતી 

દિલ્હી એનસીઆરમાંથી ગ્રેપ-4 દુર થવાથી આર્થિક પ્રવૃત્તિમાં પણ વધારો થશે.  જોકે, અધિકારીઓ હજુ પણ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. જો વાયુની ગુણવત્તા ફરીથી બગડે છે  તો ગ્રેપ-4 ના પ્રતિબંધો ફરીથી લાદવામાં આવી શકે છે. નાગરિકોને પ્રદૂષણ નિયંત્રણમાં યોગદાન આપવા  વિનંતી કરવામાં આવી છે. જેની માટે  જાહેર પરિવહનનો ઉપયોગ કરવો અને કચરો ન બાળવો વગેરેની સલાહ આપવામાં આવી છે.  

બિન-જરૂરી બાંધકામ અને તોડી પાડવાનું કામ સંપૂર્ણપણે બંધ 

જોકે, ગ્રેપ ૩ ના પ્રતિબંધો લાગુ રહેવાથી અનેક બિન-જરૂરી  પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણો ચાલુ રહેશે. જેમાં બિન-જરૂરી  બાંધકામ અને તોડી પાડવાનું કામ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. તેમજ પથ્થર તોડવાની  નાખવાની અને ખાણકામની પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ અમલમાં રહેશે. તેમજ દિલ્હી-એનસીઆરના ઘણા ભાગોમાં જૂના વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.

BS-III પેટ્રોલ અને BS-IV ડીઝલ ફોર-વ્હીલર વાહનો પર પ્રતિબંધ 

આ ઉપરાંત પરિવહનના પ્રતિબંધની વાત કરીએ તો, BS-III પેટ્રોલ અને BS-IV ડીઝલ ફોર-વ્હીલર વાહનો પર પ્રતિબંધ રહેશે. 
આ પ્રતિબંધ દિલ્હી તેમજ ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગરમાં લાગુ રહેશે. દિલ્હીમાં જૂના ડીઝલ કાર્ગો વાહનોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.