Tue Jan 20 2026

Logo

White Logo

ગાઝામાં ઇઝરાયેલી હુમલો : બે બાળકો સહિત 5 નાગરિકોના મોત, હમાસ-ઇઝરાયેલ સામ-સામે

gaza   1 month ago
Author: Devayat Khatana
Video

ગાઝા: અમેરિકાની મધ્યસ્થતા બાદ પણ ઇઝરાયલ અને પેલેસ્ટિનમાં શાંતિના કોઈ સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યા નથી, ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઇઝરાયેલ દ્વારા હવાઈ હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. આ હુમલામાં બે બાળકો સહિત પાંચ નાગરિકોના મોત થયા છે અને અન્ય 32 લોકો ઘાયલ થયા છે.  જો કે ઇઝરાયેલી સેનાએ નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે દક્ષિણ ગાઝામાં હમાસ આતંકવાદી પર હુમલો કર્યો હતો, જે આ ડિઝફાયરના ઉલ્લંઘનના જવાબમાં કરવામાં આવ્યો હતો, જેમાં પાંચ ઇઝરાયેલી સૈનિકો ઘાયલ થયા હતા. 

મળતી વિગતો અનુસાર, સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર આ હુમલો કુવૈતી ફિલ્ડ હોસ્પિટલ નજીક એક રાહત શિબિરને લક્ષ્ય બનાવીને કરવામાં આવ્યો હતો. મૃત્યુ પામેલા બાળકોની ઉંમર આઠ અને 10 વર્ષની હતી. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુએસની મધ્યસ્થીથી થયેલ યુદ્ધવિરામ અમલમાં છે, જોકે બંને પક્ષો એકબીજા પર તેના ભંગનો આરોપ લગાવી રહ્યા છે. 

જો કે હુમલા અંગે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે (IDF) તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, "આજે વહેલી સવારે હમાસ દ્વારા યુદ્ધવિરામ કરારના સ્પષ્ટ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, જેમાં ઇઝરાયલના જેમાં 5 સૈનિકો ઘાયલ થયા હતા. આ હુમલાના જવાબમાં, IDF અને ISA (ઇઝરાયેલ સિક્યુરિટી એજન્સી) એ દક્ષિણ ગાઝામાં હમાસ આતંકવાદી પર હુમલો કર્યો હતો." ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે પણ યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવા બદલ હમાસ પર દોષારોપણ કર્યું છે.