સિડનીઃ અહીં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી)માં ઑસ્ટ્રેલિયાનો પીઢ બૅટ્સમૅન સ્ટીવ સ્મિથ (Steve Smith) અઠવાડિયા પહેલાં ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી ઍશિઝ ટેસ્ટના પ્રથમ દાવમાં મૅચ-વિનિંગ 138 રન બનાવીને છવાઈ ગયો હતો ત્યાર બાદ તે એ જ મેદાન પર શુક્રવારે બિગ બૅશ લીગ (BBL)ની મૅચમાં સિડની સિક્સર્સ ટીમ વતી અલગ અંદાજમાં જોવા મળ્યો હતો જેમાં તેણે પાકિસ્તાનના ખેલાડી બાબર આઝમ (Babar Azam)ને બદઇરાદા વગર ઉશ્કેર્યો હતો અને પરિણામ એ આવ્યું કે રિસાઈ ગયેલા બાબરે મૅચ પછી ટીમના ઇનામ-વિતરણ સમારોહમાં આવવાનું ટાળ્યું હતું.
સિડની સિક્સર્સે સિડની થન્ડરને હરાવ્યું
સિડની થન્ડરે કૅપ્ટન ડેવિડ વૉર્નર (110 અણનમ, 65 બૉલ, ચાર સિક્સર, અગિયાર ફોર)ની સેન્ચુરીની મદદથી 20 ઓવરમાં છ વિકેટે 189 રન કર્યા હતા. 190 રનનો લક્ષ્યાંક મેળવવા જતાં સિડની સિક્સર્સે ધમાકેદાર શરૂઆત કરી હતી. બે ઓપનર સ્ટીવ સ્મિથ (100 રન, 42 બૉલ, નવ સિક્સર, પાંચ ફોર) અને બાબર આઝમ (47 રન, 39 બૉલ, સાત ફોર) વચ્ચે 12 ઓવરમાં 141 રનની ભાગીદારી થઈ હતી. જોકે 141થી 169 રનના સ્કોર સુધીમાં (29 રનમાં) બાબર તથા સ્મિથ સહિતની પાંચ વિકેટ પડી ગઈ હતી. જોકે 18મી ઓવરમાં સિડની સિક્સર્સે 5/191ના સ્કોર સાથે વિજય મેળવી લીધો હતો.
"Wasn't happy, Babar." 😳
— KFC Big Bash League (@BBL) January 16, 2026
Drama in the middle of the SCG after Steve Smith knocked back a run from Babar Azam, so he could take strike during the Power Surge. #BBL15 pic.twitter.com/rTh0RXE0A5
સ્મિથના સતત ચાર છગ્ગા, બાબર સાથે શું વિવાદ હતો?
સ્ટીવ સ્મિથ એ દિવસે જબરદસ્ત ફટકાબાજીના મૂડમાં હતો. તેણે માત્ર 41 બૉલમાં સેન્ચુરી પૂરી કરી હતી. તેણે રાયન હેડલી નામના બોલરની એક ઓવરમાં 32 રન બનાવ્યા હતા જે બિગ બૅશમાં નવો વિક્રમ છે. સ્મિથે એ ઓવરમાં લાગલગાટ ચાર બૉલમાં ચાર સિક્સર ફટકારી હતી અને સેન્ચુરી પૂરી કરી હતી. `પાવર સર્જ' તરીકે ઓળખાતી એ ઓવરમાં સર્કલની બહાર માત્ર બે ફીલ્ડરને ઊભા રાખી શકાય એવો નિયમ છે. એ ઓવરનો સ્મિથ ફાયદો લેવાના હેતુથી જ પાછલી ઓવરના છેલ્લા બૉલમાં રન નહોતો દોડ્યો. બાબર આઝમે ઓવરના એ અંતિમ બૉલમાં શૉટ માર્યા પછી સિંગલ દોડવાની શરૂઆત કરી હતી, પણ સ્મિથે તેને ના પાડી દીધી હતી.
બાબર ત્યારે જ ગુસ્સે થયો હતો. સ્મિથે ત્યાર બાદ રાયન હેડલીની ` પાવર સર્જ'ની ઓવરમાં પોતે ફટકાબાજી કરવા માગતો હોવાથી સિંગલ નહોતો દોડ્યો એવું બાબરને કહ્યું હતું. સ્મિથે રાયનની એ જ ઓવરમાં ચાર સિક્સરની મદદથી રેકૉર્ડ-બે્રક 32 રન કર્યા હતા. પછીની ઓવરના પહેલા જ બૉલમાં બાબર ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. તે ગુસ્સામાં પાછો આવ્યો હતો અને આવતી વખતે તેણે બાઉન્ડરી લાઇન નજીકના કૂશનને ફટકાર્યું હતું.
Sit back, relax and enjoy Steve Smith hitting four sixes in a row at the SCG 😅#GoldenMoment #BBL15 @BKTtires pic.twitter.com/Iob6PX8tYa
— KFC Big Bash League (@BBL) January 16, 2026
ખુદ સ્મિથે મૅચ પછીની પત્રકાર પરિષદમાં આવવાનું ટાળ્યું હતું અને મીડિયામાં જણાવ્યું હતું કે બાબર કદાચ તેનાથી નારાજ છે. સ્મિથના આ અભિગમથી ક્રોધે ભરાયેલો બાબર ઇનામ-વિતરણ સમારંભમાં ન આવ્યો એના પરથી શંકા થાય છે કે તે બિગ બૅશ ટૂર્નામેન્ટ અધવચ્ચેથી જ છોડી જવાના મૂડમાં છે. દરમ્યાન આઠ ટીમની બિગ બૅશમાં મોઇઝીઝ હેનરિક્સના નેતૃત્વમાં સિડની સિક્સર્સ હાલમાં ચોથા સ્થાને છે, જ્યારે વૉર્નરના સુકાનમાં સિડની થન્ડર સાવ છેલ્લે છે.