Tue Jan 20 2026

Logo

White Logo

રાજસ્થાનની  ત્રણ સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતી ઝડપાઈ , : પાંચ આરોપીની ધરપકડ

2 hours ago
Author: Chandrakant Kanoja
Video

જયપુર: રાજસ્થાનની ત્રણ સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતી પ્રકાશમાં આવી છે. જેના પગલે એસઓજીએ રાજસ્થાન કર્મચારી પસંદગી બોર્ડના ટેકનીકલ હેડ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે મળતી માહિતી મુજબ વર્ષ 2018 માં રાજસ્થાન સ્ટાફ સિલેક્શન બોર્ડની ત્રણ મોટી ભરતી પરીક્ષાઓમાં વ્યાપક ગેરરીતી પ્રકાશમાં આવી છે. જેની બાદ  સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. 

ત્રણ સરકારી પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં ગેરરીતી 

જેમાં રાજસ્થાન સ્ટાફ સિલેક્શન બોર્ડના ટેકનિકલ વડાનો પણ સમાવેશ થાય છે. રાજસ્થાનના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિક પોલીસ મહાનિર્દેશક વિશાલ બંસલના જણાવ્યા અનુસાર, સુપરવાઇઝર (મહિલા સશક્તિકરણ) ડાયરેક્ટ ભરતી પરીક્ષા-2018, લેબોરેટરી આસિસ્ટન્ટ ભરતી પરીક્ષા-2018 અને એગ્રીકલ્ચર સુપરવાઇઝર ભરતી પરીક્ષા-2018 ના પરિણામો  ગેરકાયદે રીતે બદલવામાં આવ્યા હતા. 

ત્રણ પરીક્ષામાં  કુલ  9,40,038 ઉમેદવારોએ અરજી કરી હતી

જેમાં ત્રણ ભરતી પરીક્ષાઓ હેઠળ 3212  જગ્યાઓ માટે કુલ  9,40,038 ઉમેદવારોએ અરજી કરી હતી. ત્રણેય પરીક્ષાઓ વર્ષ 2019 માં લેવામાં આવી હતી. OMR શીટ્સ સ્કેન કરવાનું અને પરીક્ષાના પરિણામો તૈયાર કરવા માટે ડેટા પ્રોસેસ કરવાનું સિક્રેટ વર્ક  નવી દિલ્હીની આઉટસોર્સ્ડ ફર્મ રાભવ લિમિટેડને સોંપવામાં આવ્યું હતું.

આ તપાસમાં બહાર આવ્યું કે આઉટસોર્સ્ડ ફર્મના કર્મચારીઓએ OMR શીટ્સ સ્કેન કર્યા પછી કમ્પ્યુટર સિસ્ટમમાં સંગ્રહિત વાસ્તવિક ડેટા સાથે ચેડા કર્યા હતા. જેમાં પસંદ કરાયેલા ઉમેદવારોના ગુણ કપટપૂર્ણ માધ્યમો દ્વારા અયોગ્ય રીતે વધારવામાં આવ્યા હતા. જેના પરિણામે અયોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.

આરોપીઓએ ફોટોશોપનો ઉપયોગ કરીને OMR શીટ્સ છેડછાડ કરી 

SOG તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપીઓએ ફોટોશોપનો ઉપયોગ કરીને OMR શીટ્સની સ્કેન કરેલી નકલોમાં સાચા જવાબો ઉમેરીને ઉમેદવારોના ગુણ ગેરકાયદે  રીતે વધારી દીધા હતા. ઉદાહરણ તરીકે, એક ઉમેદવાર જેને ખરેખર 63  ગુણ મળ્યા છે. તેને બદલીને 182  ગુણ મેળવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. તેવી જ રીતે અન્ય ઉમેદવારોના ગુણ  30  થી 50  સુધી વધારીને 185  થી વધુ કરવામાં આવ્યા હતા.

વધુ જુઓ...