Tue Jan 20 2026

Logo

White Logo

દાઓસમાં પહેલા દિવસે ૧૪ લાખ ૫૦ હજાર કરોડના રોકાણ કરાર: : ૧૫ લાખ રોજગારી ઉપલબ્ધ થશે

1 hour ago
Author: Sapna Desai
Video

(અમારા પ્રતિનિધિ તરફથી) 
મુંબઈ
: દાવોસમાં પહેલા જ દિવસે વિશ્ર્વભરના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગગૃહોએ મહારાષ્ટ્રમાં રોકાણ માટે રસ દર્શાવ્યો હતો.  પહેલા દિવસે લગભગ ૧૪ લાખ ૫૦ હજાર કરોડના રોકાણ કરાર કરવામાં આવ્યા હતા. એ સાથે જ રાજ્યમાં ૧૫ લાખ રોજગારની સંધી નિર્માણ થઈ હોવાનો દાવો મહારાષ્ટ્ર સરકારે કર્યો હતો.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમની દાવોસમાં વાર્ષિક સભા યોજાઈ છે, જેમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત મંત્રી મંડળે ત્યાં હાજરી પૂરાવી છે. મહારાષ્ટ્ર સરકારના દાવા મુજબ ગ્રીન એનર્જી, અન્ન પ્રક્રિયા, પોલાદ નિર્માણ, આઈટી, ડેટા સર્મિનસ, ઈવી-ઓટોમોબાઈલ, જહાજ બાંધકામ, ડિજિટલ ઈન્ફ્રા જેવા વિવિધ ક્ષેત્રમાં આ રોકણ કરવામાં આવવાનું છે.

મુંબઈ સહિત રાજ્યના રત્નાગિરી, પાલઘર, ગઢચિરોલી, અહિલ્યાનગર જેવા વિસ્તારમાં આ રોકાણ કરવામાં આવવાનું છે, તેને પગલે અહીં ઉદ્યોગ ધંધાનું વિસ્તરણ સહિત મોટા પ્રમાણમાં રોજગારી ઉપલબ્ધ થવાની શક્યતા છે.
આ દરમ્યાન એમએમઆરડીએ દ્વારા દાઓસમાં પહેલા જ દિવસે ૯૬ અબજ યુએસ ડોલર્સ (૮,૭૩,૬૦૦ કરોડ રૂપિયા)ના રોકાણ કરાર કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું, તેને કારણે રાજ્યમાં ૯.૬ લાખ રોજગાર ઉપલબ્ધ થશે.