ઇન્દોર: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ ODI મેચની સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે, પ્રસિદ્ધ ક્રિશ્નાની જગ્યાએ અર્શદીપ સિંહને સ્થાન આપવામાં આવ્યું છે.
શુભમન ગિલે શું કહ્યું?
ટોસ જીત્યા બાદ શુભમન ગિલે કહ્યું, "ન્યુઝીલેન્ડ અમને દબાણમાં મૂક્યા છે, પણ એક ખેલાડી તરીકે આવી અપેક્ષા હોય જ છે. ઝાકળની પડે એવી શક્યતા ઓછી લાગી રહી છે, પણ અમે પહેલા બોલિંગ કરવાનું પસંદ કરીશું.”
રાજકોટ ODIમાં હાર અંગે શુભમન ગિલે કહ્યું, “અમારે મિડલ ઓવર્સમાં અમારી લેન્થમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. ટીમમાં એક ફેરફાર છે, પ્રસિદ્ધને બદલે અર્શદીપ પરત ફર્યો છે."
ન્યૂઝીલેન્ડ પાસે સિરીઝ જીતવાની તક:
ન્યૂઝીલેન્ડના કેપ્ટન બ્રેસવેલે કહ્યું, "આ એક રોમાંચક મેચ છે. અમારી પાસે ભારતમાં પહેલી ODI સિરીઝ જીતવાની તક છે. આશા છે કે યુવા ખેલાડી ફરીથી સારું પ્રદર્શન કરશે. ટીમમાં કોઈ ફેરફાર નથી."
ભારતીય પ્લેઈંગ-11:
રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.
ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ-11:
ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ હે (વિકેટકીપર), માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ઝાચેરી ફોલ્કેસ, કાયલ જેમીસન, ક્રિશ્ચિયન ક્લાર્ક અને જેડેન લેનોક્સ.
બંને ટીમ જીતવા માટે જોર લગાવશે:
ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં ભારતીય ટીમ અજેય રહી છે, ભારતીય ટીમે આ મેદાનમાં 7 ODI મેચ રમી છે અને તમામમાં જીત મેળવી છે. ભારતીય ટીમ માર્ચ 2019 થી ઘરઆંગણે એક પણ દ્વિપક્ષીય ODI સિરીઝ હારી નથી. ભારતીય ટીમ આ રેકોર્ડ જાળવી રાખવાનો પ્રયાસ કરશે, જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ રાજકોટની માફક ભારતીય ટીમને ઇન્દોરમાં પણ પછાડવાનો પ્રયાસ કરશે.