Tue Jan 20 2026

Logo

White Logo

માઘ ગણેશોત્સવમાં : કૃત્રિમ તળાવમાં ગણેશમૂર્તિના વિસર્જન કરો: પાલિકાની અપીલ...

1 hour ago
Author: sapna desai
Video

AI


(અમારા પ્રતિનિધિ તરફથી) 
મુંબઈ
: માઘ શ્રી ગણેશોત્સવની ઊજવણી ૨૨ જાન્યુઆરી, ૨૦૨૬ના કરવામાં આવવાની છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા તે માટે સાર્વજનિક ગણેશોત્સવ મંડળોને તાત્પૂરતો મંડપ ઊભો કરવા માટે ઓફ લાઈન પદ્ધતિએ વન વિન્ડો યોજના ચાલુ કરી છે. તેમજ મંડપ ઊભો કરવા માટેની મંજૂરી માટે માત્ર ૧૦૦  રૂપિયાની ફી રાખવામાં આવી છે. એ સાથે જ પાલિકા દ્વારા ગણેશમૂર્તિના વિસર્જન માટે કુત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમાં જ મૂર્તિના વિસર્જન કરવાની અપીલ પણ પાલિકા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે.

માઘ ગણેશોત્સવમાં ગણેશમૂર્તિના વિસર્જન સુરક્ષિત રીતે તેમ જ મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ૧૮ ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી ગાઈડલાઈન મુજબ અને ૨૬ ઑગસ્ટ, ૨૦૨૫ના સર્ક્યુલર મુજબ પર્યાવરણપૂરક પાર પાડવાની અપીલ ગણેશમંડળોને કરવામાં આવી છે, જેમાં છ ફૂટ સુધીની ગણેશમૂૂર્તિના વિસર્જન માટે આવશ્યક રહેલા કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પાલિકા પ્રશાસને જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડની એસઓપી મુજબ હાનિકારણ કેમિકલ, થર્મોકોલ, પ્લાસ્ટિક, કપડા, ફૂલ, હાર તથા સજાવટના સામાનનુંં પાણીમાં વિસર્જન કરવામાં પર પ્રતિબંધ રહેશે.