Tue Jan 20 2026

Logo

White Logo

USમાં જન્મના આધારે નાગરિકતા નહીં મળે : ટ્રમ્પે આપ્યું આવું કારણ

Wasington   1 month ago
Author: Savan Zalariya
Video

વોશિંગ્ટન ડીસી: આ વર્ષે યુએસ રાષ્ટ્રપતિ પદ સાંભળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસમાં ઈમિગ્રેશન અને નાગરિકતા માટેના નિયમોમાં મોટા ફેરફાર કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુએસમાં જન્મના આધારે નાગરિકતા મળવાની પ્રથાને સમાપ્ત કરી છે. ગુરુવારે ભારતમાં યુએસ દૂતાવાસે X પર આ અંગે જાણ કરી છે.

...તો વિઝા નકારી કાઢવામાં આવશે:

ભારતમાં યુએસ દૂતાવાસે X  પોસ્ટમાં જણાવવામાં આવ્યું કે જો અધિકારીઓને એવું લાગે કે મુસાફરીનો મુખ્ય હેતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મ આપવા આપીને બાળક માટે અમેરિકન નાગરિકતા મેળવવા માટેનો છે, તો પ્રવાસી વિઝા અરજીઓ નકારી કાઢવામાં આવશે.

તડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

તાજેતરના એક ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જન્મને આધારે જેમને નાગરિકતા મળી છે એવા લાખો લોકોને ઘર આપવાનું યુએસને પોસાય તેમ નથી. ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું "જ્યારે આ નિયમો બન્યા ત્યારે, ત્યારે તે ... ગુલામોના બાળકોને નાગરિકતા આપવા માટે હતું. તમે ચોક્કસ તારીખો જુઓ, તો સમજાશે કે એ સુધારો ગૃહયુદ્ધના અંત સમયે પસાર થયો હતો. લોકો હવે તે સમજવા લાગ્યા છે,".

જોકે, ઇન્ટરવ્યુ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવી સ્પષ્ટતા ન હતી કરી કે જે લોકોને જન્મના આધારે નાગરિકતા મળી છે, એવા લોકોની અમેરિકન નાગરિકતા રદ કરશે કે નહીં.  

ટ્રમ્પના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો:

ટ્રમ્પના આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે ગેરકાયદે અથવા અસ્થાયી રૂપે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા માતાપિતાથી જન્મેલા બાળકો અમેરિકન નાગરિકતા નહીં મળે. આ આદેશને યુએસની સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. યુએસ સુપ્રીમ કોર્ટે આ આદેશની બંધારણીયતા અંગે સુનવણી કરવાની સંમતિ આપી છે.

જો આ આદેશને માન્ય ગણવામાં આવશે તો યુએસ બંધારણના 14મા સુધારાના 125 વર્ષ બાદ આ પ્રથા બંધ થશે.