બેઈજિંગ: ચીનના ઇનર મોંગોલિયા વિસ્તારના બાઓટુ શહેરમાં સ્ટીલ પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો અનુભવ થયો હતો. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે, 66 લોકોને હોસ્પિટલમાં ભરતી કરાયા છે. જોકે ઘાયલોનો આંકડો વધી શકે છે. એટલું જ નહીં પરંતુ 5 લોકો હજુ પણ લાપતા હોવાનુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વિસ્ફોટ બાઓગાંગ યુનાઇટેડ સ્ટીલના પ્લેટ પ્લાન્ટમાં સાંજે 3 વાગ્યે થયો, જેની તીવ્રતા આટલી હતી કે ઈમારતોમાં પણ કંપન અનુભવાયો હતો.
સ્થાનિકો આ બ્લાસ્ટને ભૂકંપ સમાન ગણાવ્યો
સોશિયલ મીડિયા પર બ્લાસ્ટના વીડિયો વાયરલ થઈ રહ્યયાં છે તેમાં ફેક્ટરી પરથી ભારે ધુમાડો ઉઠતો અને આગની લપટો દેખાઈ રહી છે. સ્થાનિકો આ બ્લાસ્ટને ભૂકંપ સમાન ગણાવ્યો હતો.વિસ્ફોટથી અનેક ઇમારતોની બારીઓ તૂટી અને આસપાસની ઈમારતોને નુકસાન થયું હતું. રાહત દળો અને ફાયર બ્રિગેડની ટીમને કોલ મળતાની સાથે તે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આત્યારે આસપાસના વિસ્તારમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ત્રણ ઘાયલોની હાલત ગંભીર છે, જ્યારે હજી પણ લોકોને શોધખોળ કરવામાં આવી છે. 66 લોકો ઘાયલ થયા હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યાં છે.
બાઓટુની મુખ્ય સ્ટીલ ઉત્પાદક કંપનીમાં થયો બ્લાસ્ટ
વિગતે વાત કરીએ તો કે, જ્યા બ્લાસ્ટ થયો તે પ્લાન્ટ બાઓટુની મુખ્ય સ્ટીલ ઉત્પાદક કંપની છે, જે વિશાળ પાયે સ્ટીલનું ઉત્પાદન કરે છે. આ વિસ્ફોટ શા કારણે થયો તેનું કારણ હજુ જાણવા મળ્યું નથી. તપાસ એજન્સીઓ મામલે તપાસ કરી રહી છે. સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે સાંજે 5:30 વાગ્યા સુધીમાં 2 મૃત્યુ અને 5 લાપતા હોવાની પુષ્ટિ થઈ હતી. આ ઘટના ચીનમાં ઔદ્યોગિક સુરક્ષા માપદંડો પર પ્રશ્નો ઉભા કરે છે, કારણ કે અગાઉ પણ તિયાનજિન જેવા મોટા વિસ્ફોટો થયા છે જેમાં સેંકડો લોકો મર્યા હતા. ત્યાર બાદ આ બીજા ઉદ્યોગ ક્ષેત્રમાં બ્લાસ્ટ થયો છે.