Tue Jan 20 2026

Logo

White Logo

શેરબજારમાં આજે પણ તૂટ્યું! : સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ્સ ગગડ્યા

6 hours ago
Author: Savan Zalariya
Video

મુંબઈ: આજે અઠવાડિયાના બીજા કારોબારી દિવસ મંગળવારે ભારતીય શેર બજારે સામાન્ય ઘટાડા સાથે કારોબાર શરુ કર્યો. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 45 પોઈન્ટના ઘટાડા સાથે 83,200 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 5 પોઈન્ટના ઘટાડા સાથે 25,580 પર ખુલ્યો.

સવારે 9.54 વાગ્યે સેન્સેક્સ 310.68 પોઈન્ટ્સ(0.37ટકા)ના ઘટાડા સાથે 82935.50 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 112.75(0.44ટકા)ના ઘટાડા સાથે 25472.75 પર ટ્રેડ કરી રહ્યો હતો.

શરૂઆતના કારોબારમાં નિફ્ટીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ONGC અને NTPCના શેરમાં સૌથી વધુ વધારો નોંધાયો, જ્યારે ઇતર્નલ, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ, ઇન્ટરગ્લોબ અને જીયો ફાયનાન્સમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો.

ગઈ કાલે સોમવારે સેન્સેક્સ 324.17 પોઈન્ટ (0.39%)ના ઘટાડા સાથે 83,246.18 પર બંધ થયો, જ્યારે  નિફ્ટી-50 ઈન્ડેક્સ 108.85 પોઈન્ટ (0.42%)ના ઘટાડા સાથે 25,585.50 પર બંધ થયો.

ગ્રીનલેન્ડ મુદ્દે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુરોપના આઠ દેશો પર ટેરિફ લાદવાની ધમકી આપી છે, જેણે કારણે  વેપાર તણાવ વધી રહ્યો છે. આજે મંગળવારે એશિયન બજારોએ પણ ઘટાડા સાથે કારોબાર શરુ કર્યો.

જાપાનના ઇન્ડેક્સ નિક્કી 225માં 0.7%નો ઘટાડો નોંધાયો, જ્યારે ટોપિક્સમાં 0.52%નો ઘટાડો નોંધાયો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.41% નો ઘટાડો નોંધાયો અને કોસ્ડેક સ્થિર રહ્યો. 

માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ડે નિમિત્તે યુ.એસ. શેરબજાર સોમવારે બંધ રહ્યા હતાં. મંગળવારે વોલ સ્ટ્રીટમાં મોટા ઘટાડાની શક્યતા છે.