Thu Jan 29 2026

Logo

White Logo

આજનું રાશિફળ (28-01-26): ત્રણ રાશિના જાતકોના આજે થશે આર્થિક લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

1 day ago
Author: Darshana Visaria
Video

મેષ:
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો વ્યસ્તતાથી ભરપૂર રહેવાનો છે. આજે તમારે કામકાજમાં વધુ દોડધામ કરવી પડી શકે છે, પરંતુ મહેનતનું યોગ્ય ફળ મળશે. આર્થિક રીતે સ્થિતિ મજબૂત રહેશે અને અટકેલા નાણાં પરત મળવાની શક્યતા છે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે, પરંતુ વાણી પર સંયમ રાખવો જરૂરી છે. સ્વાસ્થ્યની બાબતમાં પેટને લગતી સામાન્ય સમસ્યા થઈ શકે છે, તેથી ખાનપાનમાં ધ્યાન રાખવું. આજે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ-સહકાર મળી રહ્યો છે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને તમે તેમની સાથે હસી-ખુશી સમય પસાર કરશો. 

વૃષભ:
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચઢાવ ઉતારથી ભરપૂર રહેશે. વેપાર અને વ્યવસાય ક્ષેત્રે આજે નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે ઉત્તમ દિવસ છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને મિત્રો તરફથી પૂરતો સહયોગ પ્રાપ્ત થશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને સંતાનોના પ્રશ્નો ઉકેલાશે. નોકરીયાત વર્ગને ઓફિસમાં નવા પ્રોજેક્ટ મળી શકે છે. નાણાકીય લેવડદેવડમાં સાવધાની રાખવી. કામની વ્યસ્તતા વચ્ચે પણ આજે તમારે માતા-પિતાની સેવા માટે થોડો સમય કાઢવો પડશે, નહીં તો તેઓ તમારાથી નારાજ થઈ શકે છે. 

મિથુન:
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ બૌદ્ધિક કાર્યોમાં સફળતા અપાવનારો રહેશે. નોકરી કરી રહેલાં જાતકોને આજે દરેક કામમાં સફળતા મળી રહી છે. રાજકારણમાં આગળ વધી રહેલાં જાતકોને આજે પોતાના શત્રુઓથી સાવધાની રાખવાનો રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે અને મન પ્રફુલ્લિત રહેશે. લાંબા સમયથી ચાલી આવતી માનસિક ચિંતાઓનો અંત આવશે. વેપારમાં ભાગીદારો સાથેના વિવાદ ઉકેલાશે અને નફામાં વધારો થશે. સાંજનો સમય પરિવાર સાથે વિતાવવો ફાયદાકારક રહેશે. કોઈને કોઈ પણ વચન આપ્યું હશે આજે તમારે એ વચન કોઈ પણ ભોગે પૂરું કરવો પડશે. 

કર્ક: 
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ લાગણીશીલ થઈને કોઈ પણ નિર્ણય લેવાથી બચવાનો રહેશે. આજે તમારે ભાવનાત્મક નિર્ણયો લેતા પહેલા બે વાર વિચાર કરવો જોઈએ. કાર્યસ્થળ પર વિરોધીઓ સક્રિય થઈ શકે છે, તેથી પોતાની યોજનાઓ ગુપ્ત રાખવી. આર્થિક ખર્ચમાં વધારો થવાની શક્યતા છે, જેનાથી બજેટ ખોરવાઈ શકે છે. વડીલોના સ્વાસ્થ્યની કાળજી લેવી અને તેમની સલાહને અનુસરવું. પ્રેમ સંબંધોમાં થોડો ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. બહારનું ખાવાનું આજે તમારે ટાળવું પડશે. વૈવાહિક જીવનમાં આજે ખુશહાલી આવશે. કુંવારા લોકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન થશે.

સિંહ: 
સિંહ રાશિના જાતકો આજે ઊર્જાથી ભરપૂર રહેવાનો છે. આજે તમે એક પછી એક કામ હાથમાં લેશો અને એને સરળતાથી પૂરા કરી શકશો. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. નેતૃત્વ શક્તિ ખીલી ઉઠશે અને સામાજિક કાર્યોમાં તમારી પ્રશંસા થશે. વ્યવસાયિક યાત્રા લાભદાયી નીવડશે અને નવા સંપર્કો ભવિષ્યમાં કામ લાગશે. ઘરમાં માંગલિક પ્રસંગોનું આયોજન થઈ શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, છતાં વધુ પડતા ઉત્સાહમાં નિયમોનું ઉલ્લંઘન ન કરવું. વિના કારણ આજે તમારે કોઈની પણ વાતમાં બોલવાથી બચવું પડશે. 

કન્યા: 
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશહાલી લઈને આવી રહ્યો છે. આજે તમારે કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે તાલમેલ જાળવવો પડશે. બિઝનેસ કરી રહેલાં જાતકોની કોઈ મોટી ડીલ આજે ફાઈનલ થઈ શકે છે. આજે તમારે બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહેવું, નહીંતર માનસિક તણાવ વધી શકે છે. પ્રોપર્ટી કે વાહન ખરીદવા માટે સમય અનુકૂળ છે, પરંતુ દસ્તાવેજી કામગીરીમાં ચોકસાઈ રાખવી. માતા તરફથી આર્થિક કે માનસિક સહયોગ મળી શકે છે. આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે જે શાંતિ આપશે. સાસરિયાઓમાંથી કોઈ આજે તમારી સાથે વાત કરવા આવી શકે છે. 

તુલા:
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી સાબિત થશે. કરિયરમાં પ્રગતિની નવી તકો મળશે અને અટકેલા સરકારી કામો પૂર્ણ થશે. જીવનસાથીનો પૂરો સહયોગ મળશે, જે તમારા મનોબળને વધારશે. રોકાણ કરવા માટે દિવસ શ્રેષ્ઠ છે, ભવિષ્યમાં સારો નફો મળશે. વિદ્યાર્થીઓએ મહેનત ચાલુ રાખવી, સફળતા ચોક્કસ મળશે. વાહન ચલાવતી વખતે આજે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે, નહીં તો અકસ્માત થતાવી પૂરેપૂરી શક્યતા છે. કોઈ કાયદાકીય બાબતને કારણે તમે મુશ્કેલીમાં ફસાયા હશો તો આજે ચૂકાદો તમારી તરફેણમાં આવશે. 

વૃશ્ચિક: 
આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે મધ્ય ફળદાયી રહેવાનો છે. આજે તમારે તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવું પડશે. પરિવારમાં કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે છે, તેથી શાંતિથી કામ લેવું. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ ઉધાર લેવાનું ટાળવું. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી અને નિયમોનું પાલન કરવું. સાંજે કોઈ જૂના મિત્રની મુલાકાત મનને તાજગી આપશે. વિના કારણ કોઈને પણ સલાહ આપવાનું આજે તમારે ટાળવું જોઈએ. જીવનસાથી આજે તમારી પાસે કોઈ વસ્તુની માગણી કરી શકે છે અને તમે એમની એ માગણી પૂરી પણ કરશો.

ધન: 
ધન રાશિના જાતકો માટે દિવસ આનંદદાયક રહેશે. વેપારમાં નવી ભાગીદારી ફાયદાકારક સાબિત થશે. સંતાનોના કરિયરને લઈને જે ચિંતા હતી તે દૂર થશે. ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યા છે જે શાંતિદાયક રહેશે. તમારી રચનાત્મક શક્તિમાં વધારો થશે અને સમાજમાં માન-સન્માન મળશે. સ્વાસ્થ્યની બાબતમાં તાજગી અનુભવશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ થોડો નરમગરમ રહેશે. જો કોઈ ગંભીર બાબત હોય તો આજે એના માટે તબીબની મદદ લેવી જોઈએ. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા અટકી પડેલાં કામ પૂરા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. 

મકર: 
આજનો દિવસ મકર રાશિના જાતકોને તેમની મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. નોકરી કરી રહેલાં જાતકોને આજે પ્રમોશન અથવા પગાર વધારાના યોગ છે. જમીન-મકાન સાથે જોડાયેલા વિવાદો ઉકેલાશે. જીવનસાથી સાથે સુમેળ વધશે અને તમે ભવિષ્યનું આયોજન કરી શકશો. બિનજરૂરી ચિંતાઓ છોડીને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું. આર્થિક રીતે દિવસ લાભદાયક છે. ઘર-પરિવારમાં આજે કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. રાજકારણમાં આગળ વધી રહેલાં જાતકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. 

કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુબ જ ખુશહાલ રહેવાનો છે. આજે તમને કંઈક નવું શીખવાની તક મળશે. ટેકનોલોજી કે રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળશે. આવકમાં વૃદ્ધિ થશે અને જૂનું રોકાણ લાભ અપાવશે. ભાઈ-બહેનો સાથેના સંબંધો સુધરશે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું, ખાસ કરીને મોસમી બીમારીઓથી બચવું. સાંજનો સમય મનોરંજનમાં પસાર થશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂની મિત્ર સાથે તમારી મુલાકાત થશે અને તમે હસી-ખુશી સમય પસાર કરશો. વિદેશ જઈને અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓની ઈચ્છા પૂરી થશે. 

મીનઃ
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ એકદમ શાંતિપૂર્ણ રહેવાનો છે. આજે આધ્યાત્મિક કાર્યોમાં તમારું મન લાગશે અને દાન-પુણ્ય કરવાની ઈચ્છા થશે. કામના સ્થળે આજે તમારીતમારી નમ્રતા અને કામની કદર થશે. નાણાંકીય સ્થિતિમાં સુધારો જોવા મળશે, પરંતુ ખર્ચ પર લગામ રાખવી. પરિવાર સાથે પિકનિક કે બહાર જવાનો પ્લાન બની શકે છે. માનસિક રીતે તમે ખૂબ જ હળવાશ અનુભવશો. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ શોપિંગ પર જવાનું પ્લાનિંગ કરશો. પરિવારમાં જો કોઈ સમસ્યા હશે તો આજે તમે સાથે મળીને એનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો.