જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનની માનવ જીવન પર થતી ઊંડી અસર વિશે વિસ્તારથી વાત કરવામાં આવી છે. સુખ, સંપત્તિ અને વૈભવના દાતા શુક્ર ટૂંક સમયમાં પોતાની ચાલ બદલીને મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે મીન રાશિમાં ન્યાયના દેવતા શનિ પહેલેથી જ બિરાજમાન છે, જેના કારણે મીન રાશિમાં શુક્ર અને શનિની યુતિ સર્જાશે.
જ્યોતિષીય ગણતરી મુજબ, આ દુર્લભ સંયોગ આશરે 30 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. આ યુતિના પ્રભાવથી 12 રાશિઓ પર અસર થશે, પરંતુ બે રાશિના જાતકો માટે આ સમય સુવર્ણ સાબિત થઈ શકે છે. પહેલી ફેબ્રુઆરીની આસપાસ સર્જાનારો આ સંયોગ અનેક લોકોની મુશ્કેલીઓ દૂર કરનારો સાબિત થશે. ખાસ કરીને મિથુન અને મીન રાશિના જાતકો માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે.
મિથુનઃ
શુક્ર અને શનિનું મિલન મિથુન રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થશે. જો તમે લાંબા સમયથી બિઝનેસમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ શ્રેષ્ઠ સમય છે. આ દરમિયાન કરેલું રોકાણ ભવિષ્યમાં મોટો નફો કરાવી શકે છે. તમે માનસિક રીતે વધુ સકારાત્મક અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. ગમે તેવી જટિલ સમસ્યાઓનો ઉકેલ તમે તમારી આવડતથી શોધી શકશો. આર્થિક ઉન્નતિની સાથે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી. કામના બોજ વચ્ચે શરીરને પૂરતો આરામ આપવો.
મીનઃ
આ યુતિ મીન રાશિમાં જ થઈ રહી હોવાથી, આ રાશિના જાતકોને સૌથી વધુ પ્રત્યક્ષ લાભ મળશે. જીવનમાં ચાલી રહેલી લાંબા સમયની સમસ્યાઓનો અંત આવશે. લગ્ન જીવનમાં પ્રેમ અને રોમાંસ વધશે. જીવનસાથી સાથે કોઈ સુંદર સ્થળે યાત્રા કરવાના યોગ બની રહ્યા છે. કરિયરમાં નવી અને મોટી જવાબદારીઓ મળી શકે છે, જે તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે. સ્વાસ્થ્ય સુધારા તરફ જશે, પરંતુ સીઝનલ બીમારીઓથી સાવચેત રહેવું પડશે.