જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આગામી ફેબ્રુઆરી 2026માં ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉથલપાથલથી ભરપૂર રહેવાનો છે. આ મહિનામાં એક જ રાશિમાં ચાર મોટા ગ્રહોના મિલનથી 'ચતુર્ગ્રહી યોગ' જેવો દુર્લભ સંયોગ સર્જાશે. બુધ, શુક્ર, સૂર્ય અને મંગળ એમ આ ચારેય ગ્રહો કુંભ રાશિમાં બિરાજમાન થતા અનેક શક્તિશાળી રાજયોગોનું નિર્માણ થશે, જેની સીધી અસર તમામ 12 રાશિઓ પર પડશે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરીમાં ગ્રહોનો મહાસંયોગ બની રહ્યો છે. કુંભ રાશિમાં ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. દ્રિક પંચાંગ અનુસાર, ફેબ્રુઆરી 2026માં ગ્રહોની ચાલ કંઈક આ પ્રકારે રહેશે. ત્રીજી ફેબ્રુઆરીના બુધ, છઠ્ઠી ફેબ્રુઆરીના શુક્ર, 13મી ફેબ્રુઆરી સૂર્ય અને 23મી ફેબ્રુઆરીના મંગળ પણ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે. આ ગ્રહોના મિલનથી લક્ષ્મી નારાયણ યોગ, બુધાદિત્ય રાજયોગ અને શુક્રાદિત્ય યોગ જેવા શુભ ફળદાયી યોગો બનશે.
મેષઃ
મેષ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો વરદાન સમાન સાબિત થશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે અને જૂના રોકાણોમાંથી મોટો નફો મળી શકે છે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ તો આ સમય સર્વોત્તમ છે. કોઈ મોટી બિઝનેસ ડીલ ફાઈનલ થવાથી આર્થિક સ્થિરતા આવશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કન્યાઃ
કન્યા રાશિના જાતકોને લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે. કાનૂની વિવાદોમાં તમારી તરફેણમાં ચુકાદો આવી શકે છે. અચાનક ધન લાભ થવાના યોગ છે. નોકરીમાં પરિવર્તન કરવા ઈચ્છતા જાતકો માટે નવી અને વધુ સારી તકો પ્રાપ્ત થઈ રહી છે. ધનલાભ થવાની પૂરેપૂરી શક્યતા છે.
કુંભઃ
આ ચતુર્ગ્રહી યોગ કુંભ રાશિમાં જ બની રહ્યો છે, તેથી આ રાશિના જાતકોને સૌથી વધુ પ્રત્યક્ષ લાભ થશે. તમારા આત્મવિશ્વાસમાં અદભૂત વધારો જોવા મળશે. સમાજ અને ઓફિસમાં તમારી પ્રતિષ્ઠા વધશે. જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે. લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ હવે ગતિ પકડશે અને તમે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો. આ સમયે જીવનસાથી તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.