મેષઃ
મેષ રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળવાથી કામકાજમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે. તમારી વાણીથી કોઈ પણ ક્ષેત્રે સફળતા મેળવી શકશો અને અટકેલા સરકારી કામો પૂર્ણ થશે. દેશ-વિદેશથી શુભ સમાચાર મળવાની પ્રબળ સંભાવના છે, જે મનને શાંતિ આપશે. નવીન વસ્તુઓ પ્રત્યે આકર્ષણ વધશે, પરંતુ સ્વાસ્થ્ય બાબતે થોડી સાવચેતી રાખવી જરૂરી છે. દામ્પત્ય જીવનમાં જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. આજે તમે જીવનસાથી સાથે મળીને સંતાનના કરિયર સંબંધિત કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો. આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો.
વૃષભ:
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. જો કોઈ આર્થિક સમસ્યા સતાવી રહી હશે તો આજે એ આર્થિક સમસ્યાઓનો ઉકેલ આવશે. કૌટુંબિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને વેપારના ક્ષેત્રે ધન પ્રાપ્તિના એકથી વધુ માધ્યમો મળી શકે છે. લાંબા સમયથી ચાલી આવતી કોઈ મોટી સમસ્યાનો આજે સુખદ અંત આવશે. મા લક્ષ્મીની વિશેષ કૃપાથી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે. નવા સંબંધો બાંધવા માટે સમય અનુકૂળ છે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. માતા-પિતાના આશિર્વાદથી આજે કોઈ અટકી પડેલું કામ પૂરું થઈ રહ્યું છે.
મિથુન:
આજના દિવસે મિથુન રાશિના જાતકો માટે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે અને આજે તમે સામાજિક પ્રતિષ્ઠાના શિખરે પહોંચશો. માનસિક ચિંતાઓ દૂર થશે અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધાર્યું પરિણામ મળી શકે છે. વેપારમાં પ્રગતિના નવા માર્ગ ખુલશે અને ભાગીદારો સાથેના સંબંધો સુધરશે. મિથુન રાશિમાં સર્જાતા શુભ યોગો તમને આકસ્મિક ધનલાભ કરાવી શકે છે. સાંજના સમયે કોઈ ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકોએ પોતાના હિતશત્રુઓથી ખાસ સાવધાની રાખવી પડશે, નહીં તો તેઓ તમારી છબિ ખરડવાનો પ્રયાસ કરશે.
કર્ક:
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે તમે તમારી કૌટુંબિક જવાબદારીઓ પૂર્ણ કરવામાં સફળ રહેશો અને માન-સન્માનમાં વધારો થશે. જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે જે મુસાફરી અથવા કોઈ નવા કાર્યમાં સુખદ અનુભવ કરાવશે. ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે અને વિકાસના કામોમાં ગતિ આવશે. નજીકના મિત્રોની મદદથી તમે કોઈ મુશ્કેલ પ્રોજેક્ટ પૂર્ણ કરી શકશો. જોકે, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન દાખવવી, ખાસ કરીને ખાનપાનનું ધ્યાન રાખવું. આજે કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં કોઈ અનુભવી કે વડીલોની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.
સિંહ:
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મબળ અને હિંમતમાં વધારો કરનારો રહેશે. કાર્યસ્થળ પર તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે અને માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાના યોગ છે. નવા સંબંધોનો વિકાસ થશે જે ભવિષ્યમાં અત્યંત ઉત્સાહવર્ધક સાબિત થશે. જૂના મતભેદો ઉકેલવા માટે આજનો દિવસ ઉત્તમ છે, પરિવાર સાથે મધુર સમય વિતાવી શકશો. આજે લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થશે અને તમે તેમની સાથે હસી-ખુશી સમય પસાર કરશો. આજે ધનલાભ થવાના યોગ છે.
કન્યા:
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની મહેનતનું પરિણામ મેળવવાનો દિવસ રહેશે. આજે વાણી પર પ્રભુત્વ વધશે જેના કારણે વેપાર કે નોકરીમાં પડતર પ્રશ્નો ઉકેલાશે. જમીન-મકાન સંબંધિત રોકાણ અથવા ખરીદી માટે દિવસ સકારાત્મક છે. નોકરીમાં બઢતી કે નવી તકો મળવાની પૂરી શક્યતા છે. વિરોધીઓ સામે તમારી જીત થશે અને તમે કોઈ ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહેશો. કરિયરમાં જે પ્રગતિ અટકેલી હતી તે હવે ફરી વેગ પકડશે. જૂના કોઈ અણબનાવમાં પણ સુધારો જોવા મળશે. વિના કારણ ગુસ્સો કરવાથી આજે તમારે બચવું પડશે, નહીં તો વાદ-વિવાદ થઈ શકે છે.
તુલા:
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. મુસાફરીના યોગ બને છે જે તમને માનસિક શાંતિ અને સંતોષ આપશે. આસપાસના વર્તુળોમાં મિત્રો અને સહકર્મીઓ સાથે સંબંધો વધુ મધુર બનશે. સ્વાસ્થ્યમાં જો કોઈ જૂની તકલીફ હોય તો તેનું યોગ્ય નિદાન થઈ શકશે. આર્થિક વ્યવહારમાં ઉધાર આપવાનું ટાળવું અને લેવડ-દેવડમાં કાળજી રાખવી. તમારી મહેનત ચોક્કસપણે સારું ફળ અપાવશે. આજે ઘર કે ગાડી ખરીદવાનું તમારું સપનું સાકાર થઈ રહ્યું છે. શેરબજારમાં રોકાણ કરવા માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. ઘર-પરિવારમાં કોઈના વિવાહ પ્રસ્તાવ પર મંજૂરીની મહોર લાગી શકે છે.
વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ આજે સમજી વિચારીને આગળ વધવાનો રહેશે. નોકરી કરી રહેલાં જાતકોને આજે કામના સ્થળે મનચાહ્યું કામ મળી શકે છે. આર્થિક અને કૌટુંબિક બાબતોમાં આજે તમને સારું સુખ મળશે. જો કોઈ વિવાદ ચાલતો હોય તો તેનો ઉકેલ આવવાની પૂરી શક્યતા છે અને અશાંત મન ધીરે ધીરે શાંતિ તરફ વળશે. શેરબજાર અથવા વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળવાથી આર્થિક લાભ થશે. યાત્રા કે જાત્રાનું આયોજન શક્ય છે. જોકે, પરિવારમાં કોઈ મુદ્દે તણાવ અથવા માનસિક અશાંતિ રહી શકે છે, તેથી સંયમ જાળવવો. મોસાળ તરફથી આજે તમને આર્થિક લાભ થઈ રહ્યો છે.
ધન:
ધન રાશિના જાતકો માટે નસીબ સાથ આપતું જણાય છે, નવા મિત્રો સાથે મુલાકાત લાભદાયી રહેશે. શારીરિક પીડા ઓછી થવાથી તમે સ્ફૂર્તિ અનુભવશો અને કાર્યમાં યોગ્ય ધ્યાન આપી શકશો. વ્યવસાયમાં નવી તકો મળશે અને સમય તમને સંપૂર્ણ અનુકૂળ રહેશે. તમારા કામની કદર થશે, પરંતુ શત્રુ પક્ષથી સાવધાની રાખવી જરૂરી છે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં રુચિ વધશે જે માનસિક શાંતિ પ્રદાન કરશે. આજે તમારે વિના માંગ્યે કોઈને પણ સલાહ આપવાથી બચવું જોઈએ. આજે તમારી કોઈ ભૂતકાળની ભૂલ પરિવાર સામે આવી શકે છે અને એને કારણે તમારે નીચા જોણું થશે.
મકર:
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ પરિણામો લઈને આવી રહ્યો છે. આજે તમે એક પછી એક સફળતાના શિખરો સર કરશો. નોકરીમાં સારી બદલી, બઢતી કે નવી તકોની પ્રાપ્તિ થઈ શકે છે. લાંબા સમયથી જે કાર્યો અટકેલા હતા તે હવે પૂર્ણ થવાની દિશામાં આગળ વધશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમે પરિવાર માટે કોઈ મહત્વનો નિર્ણય લઈ શકશો. વડીલોના આશીર્વાદ તમારી પ્રગતિમાં સહાયરૂપ બનશે. જીવનસાથી સાથેના સંબંધોમાં સ્થિરતા આવશે. બિઝનેસ કરી રહેલાં જાતકોએ આજે પાર્ટનરશિપ કરતાં પહેલાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું પડશે.
કુંભ:
કુંભ રાશિના લોકો માટે આજથી અત્યંત ફાયદાકારક સમય શરૂ થઈ રહ્યો છે. જો કોઈ મહત્વનું કામ કરવાનું હોય તો આજે કરી શકાય છે, સફળતા મળવાની શક્યતા વધુ રહેશે. બિઝનેસમાં નફો વધશે અને તમે નવી યોજનાઓ પર અમલ કરી શકશો. ભાગ્યનો પૂરો સાથ મળવાથી તમારી નાણાકીય સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે. રોકાયેલા નાણાં પરત મળવાના યોગ છે અને સામાજિક કાર્યોમાં રુચિ વધી રહી છે. જીવનસાથી આજે તમારા માટે કોઈ ઉપહાર વગેરે લઈને આવી શકે છે. આજે તમે મિત્રો કે પરિવારના સભ્યો સાથે કોઈ જગ્યાએ હરવા ફરવા જઈ શકો છો. આ સમયે તમારે તમારા કિંમતી સામાનનું ધ્યાન રાખવું પડશે.
મીન:
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર રહેશે. ગ્રહોની સ્થિતિને કારણે તમારે ઊંડા આત્મમંથનમાંથી પસાર થવું પડી શકે છે. કારકિર્દીમાં મહેનત જ સફળતાનો મંત્ર રહેશે, ઉતાવળે કોઈ નિર્ણય ન લેવો. આર્થિક દૃષ્ટિએ બિનજરૂરી ખર્ચ પર કાબૂ રાખવો અનિવાર્ય છે. શનિની પનોતી જેવી સ્થિતિમાં ધીરજ અને ગુરુની ઉપાસના તમને રક્ષણ આપશે. સાંજે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાથી મન હળવું થશે. આજે કામની વ્યસ્તતા વચ્ચે પણ તમારે તમારા માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. કોઈને પૈસા ઉધાર આપ્યા હશે તો આજે એ પૈસા પાછા મળી શકે છે.