Thu Jan 29 2026

Logo

White Logo

અજિત પવારના પરિવારનું બોલીવુડ સાથે છે આ કનેક્શન, જાણો એવું તો શું છે?

17 hours ago
Author: Vimal Prajapati
Video

મુંબઈઃ આજે સવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું, જેના કારણે દેશમાં શોકનો માહોલ છે. આ વિમાનમાં સવાર તમામ લોકોના લોકોના પણ મોત થયા છે. અજિત પવારના મોતના કારણે માત્ર રાજકારણ જ નહીં, પરંતુ બોલીવુડમાં પણ શોકની લહેર છવાઈ છે. આ પ્લેન કેવી રીતે ક્રેશ થયું અને તેના માટે કયાં કારણો જવાબદાર છે તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અજિત પવારના પરિવારનું રાજકીય ક્ષેત્રે કનેક્શન છે, પરંતુ બોલીવુડની દુનિયા સાથે પણ છે.

અજિત પવાર પરિવારનો નાતો ફિલ્મી દુનિયા પણ રહ્યો છે

સૌથી અગત્યની વાત જે ઘણાં ઓછા લોકો જાણે છે કે, અજિત પવારના પરિવારનો રાજનીતિ સાથે ફિલ્મી દુનિયા સાથે પણ એક અનોખો સંબંધ રહ્યો છે. અજિત પવારનો જન્મ 22 જુલાઈ 1959ના મહારાષ્ટ્રના દેવલાલીમાં થયો હતો. અજિત પવારનો પરિવાર પહેલેથી જ ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલો છે. તેમના પિતા અનંતરાવ પવારે પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર વી. શાંતારામ સાથે ઘણા સમય સુધી કામ કર્યું હતું. મીડિયાના અહેવાલ પ્રમાણે અનંતરાવે વી. શાંતારામના રાજકમલ સ્ટુડિયોમાં પણ કામ પણ કર્યું છે. 

અનંતરાવ પવારે ફિલ્મી દુનિયામાં કામ તો કર્યું હતું, પરંતુ તેઓ આ સ્ટુડિયામાં શું કામગીરી કરતા હતાં તેનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. અનંતરાવ પવાર પ્રોડક્શન અને સ્ટુડિયો સંચાલનમાં સહયોગ આપતા. જોકે તેમનું ચોક્કસ પદ એટલે કે અહીં શું કામ કરતા હતા તેની કોઈ ચોક્કસ વિગતો નથી. 

અનંતરાવ ક્યારે કેમેરા સામે નથી આવ્યા 

જોકે મળતી વિગતો પ્રમાણે અનંતરાવે 'ડૉ. કોટણીસ કી અમર કહાની', 'ઝનક ઝનક પયલ બાજે', 'નવરંગ', 'દુનિયા ના માને' અને 'અમર ભૂપાલી' જેવી ક્લાસિક ફિલ્મોના યુગ રાજકમલ સ્ટુડિયોમાં કામ કરતા હતાં. જો કે, તેઓ ક્યારે કેમેરા સામે આવ્યા નથી. જેના કારણે તેમના કામની ખાસ કોઈ નોંધ લેવાઈ નથી. ચર્ચા એવી પણ અનંતરાવ પવાર તો પોતાનું નામ ના બનાવી શક્યાં પરંતુ અજિત પવાર ફિલ્મ લાઈનમાં આવશે, પરંતુ એવું થયું નહીં, કેમ કે, અજિતે રાજકારણમાં જવાનું પસંદ કર્યું હતું. 

અજિત પવારે શિક્ષણ ક્યાંથી લીધું હતું?

અજિત પવારના બાળપણની વાત કરવામાં આવે તો બારામતીની મહારાષ્ટ્ર એજ્યુકેશન સોસાયટી હાઈસ્કૂલથી અજિત પવારે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ પિતાનું અવસાન થયું એટલે અજિતે અભ્યાસ છોડી દીધો હતો. અભ્યાસ છોડીને અજિત પવારે રાજનીતિ અને સમાજ સેવાનો રસ્તો પસંદ કર્યો હતો. અજિતને આ પ્રેરણા તેમના કાકા શરદ પવારથી મળી હતી. તેમના કારણે અજિત પવારે આ રસ્તો પસંદ કર્યો હતો. અજિત પવારે 1982થી જ રાજનીતિ શરૂ કરી દીધી હતી. જે પછી મહારાષ્ટ્રમાં અજિત પવારનું નામ સતત આગળ રહ્યું અને એક મોટા રાજનેતા તરીકે તેઓ ઉભરી આવ્યાં હતાં.