Thu Jan 29 2026

Logo

White Logo

કપિલ શર્મા સાથેના જૂના વિવાદ પર પત્રકારે ફરી સાધ્યું નિશાન

5 hours ago
Author: Tejas Rajpara
Video

મુંબઈ: ગ્લેમરની દુનિયામાં જેટલી ચમક-ધમક હોય છે, તેની પાછળ એટલા જ વિવાદો પણ છુપાયેલા હોય છે. કોમેડી કિંગ તરીકે જાણીતા કપિલ શર્માનું નામ ઘણીવાર સફળતા સાથે વિવાદોમાં પણ ઉછળતું રહ્યું છે. વર્ષ 2018માં પત્રકાર સાથે થયેલી ગાળાગાળી અને ધમકીનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. વર્ષો વીતી ગયા હોવા છતાં, તે પત્રકારે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં કપિલના સ્વભાવ અને તે રાત્રે બનેલી ઘટના વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

પત્રકાર વિકી લાલવાનીએ એક પોડકાસ્ટ દરમિયાન દાવો કર્યો કે એપ્રિલ 2018માં કપિલ શર્માએ તેમને ફોન કરીને ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. લાલવાનીના જણાવ્યા અનુસાર, કપિલ તેના રિપોર્ટિંગથી નારાજ હતો અને ફોન પર તેણે મર્યાદા ઓળંગીને ગાળો આપી હતી. પત્રકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "તે રાત્રે કપિલે સાબિત કરી દીધું હતું કે તે કેટલો મૂર્ખ છે અને દુનિયા સામે તેનો અસલી ચહેરો આવી ગયો હતો." આ ઘટના બાદ બંને પક્ષોએ સામસામી પોલીસ ફરિયાદ પણ કરી હતી.

વિકી લાલવાનીએ વધુમાં ઉમેર્યું કે મીડિયા સાથે અસંમતિ હોવી સામાન્ય બાબત છે, પરંતુ તેને વ્યક્ત કરવાની એક રીત હોય છે. તેણે કહ્યું કે જો કોઈ સમાચાર સામે વાંધો હોય તો ઓફિસ આવીને અથવા કાયદાકીય રીતે વાત કરી શકાય છે, પરંતુ કપિલે જે રીતે ગેરવર્તન કર્યું તે અસ્વીકાર્ય હતું. પત્રકારના મતે, જે કપિલ શર્મા ટીવી પર ગોવિંદા સાથે નાચતા કે અર્ચના પુરણ સિંહ સાથે હસતા દેખાય છે, તે તેના અસલી વ્યક્તિત્વ કરતા સાવ અલગ છે.

કપિલ શર્મા હાલમાં ઓટીટી પર 'ધ ગ્રેડ ઇન્ડિયન કપિલ શો'ની ત્રીજી સીઝન હોસ્ટ કરી રહ્યો છે. તેની ફિલ્મ 'કિસ કિસકો પ્યાર કરૂં 2' ડિસેમ્બર 2025માં રિલીઝ થઈ હતી, પરંતુ અન્ય મોટી ફિલ્મોના દબદબાને કારણે તે બોક્સ ઓફિસ પર ખાસ સફળ રહી ન હતી. જેના કારણે આ મહિને જ ફિલ્મને ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે. કપિલના ફેન્સ હજુ પણ તેને ટેલિવિઝન પર જોવાનું પસંદ કરી રહ્યા છે.