બોગોટાઃ ભારતના મહારાષ્ટ્ર બાદ કોલંબિયામાં પણ વિમાન દુર્ઘટના થઈ હતી. અધિકારીઓ મુજબ, ઉત્તર-પૂર્વ કોલંબિયાના નોર્ટે ડી સેંટેડરના ગ્રામીણ વિસ્તારમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં સવાર તમામ 15 સભ્યોના મોત થયા હતા. મૃતકમાં એક કોંગ્રસે નેતા પણ સામેલ હતા.
કોલંબિયા પરિવહન મંત્રાલય દ્વારા નિવેદન બહાર પાડીને જણાવવામાં આવ્યું કે, દુર્ઘટનામાં કોઈ જીવીત રહ્યું નથી. વિમાનનો રજિસ્ટ્રેશન નંબર HK4709 છે. સ્થાનિક સમય મુજબ સવારે 11.42 કલાકે કુકુટા એરપોર્ટ પરથી ઓકાના જવા રવાનું થયું હતું. આ શહેર પહાડોથી ઘેરાયેલું છે. આ ઉડાન આશરે 40 મિનિટની હતી.
આ ઉપરાંત નિવેદનમાં જણાવ્યા મુજબ, વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે અંતિમ સંપર્ક ઉડાન ભર્યાની થોડી મિનિટો બાદ કપાઈ ગયો હતો. અધિકારીઓએ દુર્ઘટનાનું કારણ નહોતું જણાવ્યું પરંતુ કહ્યું કેતપાસ કરાશે. વિમાનમાં બે ક્રૂ મેમ્બર અને 13 મુસાફરો હતો. જેમાં કૌટાટુમ્બો હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ સભ્ય ડિયોનેજેસ ક્વિન્ટેરો પણ સમેલ હતા.
ક્વિન્ટરો વેનેઝુએલા સાથેના અશાંત સરહદી વિસ્તારમાં એક જાણીતા માનવાધિકાર રક્ષક હતા. વ્યવસાયે વકીલ એવા ક્વિન્ટરોને 2022માં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં 16 પ્રતિનિધિઓમાંથી એક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ક્વિન્ટરોના મૃત્યુ પર તેમની પાર્ટીના નેતાઓએ શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ તેમના ક્ષેત્ર પ્રત્યે સમર્પિત નેતા હતા, જેમાં સેવા કરવાની ભાવના હતી. કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ સોશિયલ મીડિયા દ્વારા આ દુર્ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, આ મૃત્યુથી ઊંડું દુઃખ થયું છે. તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે.
કોલંબિયન નાગરિક ઉડ્ડયન એજન્સીના તપાસકર્તા દુર્ઘટનાનું સચોટ કારણ જાણવા માટે કાટમાળની તપાસ કરી રહ્યા છે. જોકે હજુ સુધી ટેકનિકલ ખામી કે ખરાબ હવામાનના કારણે દુર્ઘટના સર્જાઈ તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કોલંબિયન એરોસ્પેસ ફોર્સ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા નાગરિકોની સહાયતા માટે વિશેષ હેલ્પલાઈન નંબર (601) 919 3333 જાહેર કર્યો છે.
#ATENCIÓN. Se conocen las primeras imágenes del avión de Satena accidentado en zona rural del mpio/Hacarí, cuando cubría la ruta Cúcuta–Ocaña. La aeronave fue ubicada en un sector de difícil acceso, mientras organismos de socorro adelantan labores de verificación.
— Colombia Oscura (@ColombiaOscura) January 28, 2026
En desarrollo https://t.co/j8WHF4HU1I pic.twitter.com/sghI368oWG