બારામતી: મહારાષ્ટ્રના રાજકારણના કદાવર નેતા અને લાખો કાર્યકરોમાં 'દાદા' તરીકે લોકપ્રિય અજિત પવારને અગ્નિદાહ અપાયો. તેમના નિધનથી રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બારામતીના કાટેવાડી સ્થિત તેમના નિવાસસ્થાનેથી જ્યારે તેમની અંતિમ યાત્રા નીકળી ત્યારે વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. મહારાષ્ટ્રના વિકાસમાં તેમના યોગદાનને ક્યારેય ભૂલી શકાય તેમ નથી, તેવા નેતાને વિદાય આપવા માટે આખું બારામતી રસ્તા પર ઉતરી આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
અજિત પવારની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી શરૂ થઈ છે, જે આશરે 6 કિલોમીટરનું અંતર કાપીને સ્મશાન ભૂમિ પહોંચ્યા. આ યાત્રામાં હજારોની સંખ્યામાં સમર્થકો, પક્ષના કાર્યકરો અને સામાન્ય જનતા જોડાયા છે. કાર્યકરો ભારે હૈયે 'અજિત દાદા અમર રહે'ના નારા લગાવી રહ્યા છે. તેમને સંપૂર્ણ રાજકીય સન્માન (State Honour) સાથે વિદાય આપવામાં આવી રહી છે. રસ્તાની બંને બાજુ ઉભેલા લોકો પુષ્પવર્ષા કરીને તેમના લોકપ્રિય નેતાને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.
આ દુઃખદ અવસરે રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પણ અજિત પવારને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 10:15 કલાકે ખાસ વિમાન દ્વારા બારામતી પહોંચ્યા અને અજિત પવારના અંતિમ સંસ્કારમાં સામેલ થશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, અન્ય કેબિનેટ મંત્રીઓ અને વિપક્ષી નેતાઓ પણ આ અંતિમ વિધિમાં હારજ રહ્યા.
અજિત પવારના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખ્યા બાદ, સવારે 12 વાગ્યા આસપાસ વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ એ જ સંસ્થા છે જેના વિકાસ માટે તેમણે વર્ષો સુધી મહેનત કરી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર બારામતીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એક કુશળ પ્રશાસક અને જમીની નેતા તરીકે અજિત પવારની ખોટ મહારાષ્ટ્રના રાજકારણમાં હંમેશા વર્તાશે.