Thu Jan 29 2026

Logo

White Logo

પુણે પોલીસની મોટી કાર્યવાહી: ગેંગસ્ટર નિલેશ ઘાયવળ અને તેની ગેંગ વિરુદ્ધ 6,455 પાનાની ચાર્જશીટ દાખલ

1 week ago
Author: Mumbai Samachar Team
Video

પુણે: પુણે શહેર અને ઉપનગરોમાં સામાન્ય લોકોમાં આતંક ફેલાવી તેમને ભયભીત કરનાર ગેંગસ્ટર નિલેશ ઘાયવળ વિરુદ્ધ પોલીસે આરોપનામું દાખલ કર્યું છે. ઘાયવળ ગેંગના તેના 9 સાથી વિરુદ્ધ પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે.

6 સપ્ટેમ્બર (ગણેશ વિસર્જન)ના દિવસે પુણેના કોથરુડ વિસ્તારના શાસ્ત્રીનગરમાં ગોળીબાર કરીને નિલેશ ઘાયવળની ગેંગે આતંક ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે પુણેમાં આતંક ફેલાવવાના ઈરાદાથી જ ગોળીબાર કર્યો હતો.દરમિયાન, નિલેશ ઘાયવળ પોલીસથી બચી વિદેશ ભાગી ગયો.નિલેશને ઝબ્બે કરવા પોલીસે ખૂબ કોશિશ કરી.અનેક પોલીસ ટીમ તેનો પીછો કરી રહી હતી પરંતુ એ પકડાયો નહીં.

પુણે પોલીસે ગેંગસ્ટર નિલેશ ઘાયવળ અને તેની ગેંગના 9 ગુનેગાર વિરુદ્ધ કોર્ટમાં 6 હજાર 455 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. છ સપ્ટેમ્બર (ગણેશ વિસર્જન)ના દિવસે કોથરુડના શાસ્ત્રી નગર વિસ્તારમાં ગોળીબાર કરીને ગભરાટ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન બહાર આવેલી માહિતી અનુસાર પોલીસ પાસે પુરાવા છે કે ઘાયવળે તેના સાથીઓને 'ધમાકો કરો, હું તમને હથિયારો અને પૈસા આપીશ, જો કોઈ કેસ હશે, તો એમાંથી તમને બહાર કાઢવાની જવાબદારી મારી' એમ કહીને ઉશ્કેર્યા હતા.

પુણે પોલીસે કયા 9 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં મયુર ઉર્ફે રાકેશ ગુલાબ કુંભરે, મયંક ઉર્ફે મોન્ટી વિજય વ્યાસ, ગણેશ સતીષ રાઉત, દિનેશ રામ ફાટક,  આનંદ અનિલ ચાંદલેકર, મુસાબ ઇલાહી શેખ, જયેશ કૃષ્ણા વાઘ, અક્ષય દિલીપ ગોગાવલે અને અજય મહાદેવ સરોદેનો સમાવેશ થાય છે.