Thu Jan 29 2026

Logo

White Logo

ભારત-EU ટ્રેડ ડીલથી શેરબજારમાં રોનક પરત ફરી! સેન્સેક્સ- નિફ્ટીમાં આટલો ઉછાળો...

1 day ago
Author: Savan Zalariya
Video

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ, 34 પોઇન્ટના વધારા સાથે 81,892 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 83 પોઇન્ટના વધારા સાથે  25,258 પર ખુલ્યો.

શરૂઆતના કારોબારમાં એક્સિસ બેંક, ઓએનજીસી, ટ્રેન્ટ, વિપ્રો, પાવર ગ્રીડ કોર્પોરેશનમાં શેરમાં વધારો નોંધાયો. એશિયન પેઈન્ટ્સ, ટાટા કન્ઝ્યુમર, મારુતિ સુઝુકી, આઈશર મોટર્સ અને એચસીએલ ટેકના શેરોમાં  ઘટાડો નોંધાયો.

શરૂઆત બાદ બજારમાં મોટો ઉછાળો નોંધાયો, સવારે 9.26 વાગ્યે સેન્સેક્સ 607.98 પોઈન્ટ્સના ઉછાળા સાથે 82465.46 પર અને 178.25 પોઈન્ટ્સના વધારા સાથે 25353.65 પર પહોંચ્યો હતો.

ગઈ કાલે બપોરે ભારત-EU વચ્ચે FTAની જાહેરાત બાદ ભારતીય શેરબજારોમાં ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ 319.78 પોઈન્ટ(0.39%)ના વધારા સાથે 81,857.48 પર બંધ થયો, જ્યારે નિફ્ટી-50 126.75 પોઈન્ટ(0.51%)ના વધારા સાથે 25,175.40 પર બંધ થયો હતો.

એશિયન બજાર પર નજર:
બુધવારે એશિયન બજારો પર શરૂઆતના કારોબારમાં મિશ્ર વલણ જોવા મળ્યું. દક્ષિણ કોરિયાના ઇન્ડેક્સ  રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. જાપાનના નિક્કી-225માં 0.79 ટકા અને ટોપિક્સમાં 0.97 ટકાનો ઘટાડો નોંધાયો. દક્ષિણ કોરિયાના કોસ્પી 1.27 ટકા અને કોસ્ડેકમાં 1.55 ટકાનો વધારો નોંધાયો. 
GIFT નિફ્ટી 25,445 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો, જે નિફ્ટી ફ્યુચર્સના પાછલા બંધ કરતાં લગભગ 62 પોઈન્ટનો વધારો દર્શાવે છે.

યુએસ બજારોમાં ઉછાળો:
મંગળવારે યુએસ શેરબજારો મિશ્ર જોવા મળ્યા, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 408.99 પોઈન્ટ(0.83 %)ના ઘટાડા સાથે 49,003.41 પર બંધ થયો હતો, જ્યારે S&P 500 28.37 પોઈન્ટ(0.41%)ના વધારા સાથે 6,978.60 પર બંધ થયો હતો. નાસ્ડેક કમ્પોઝિટ 215.74 પોઈન્ટ(0.91 %)ના વધારા સાથે 23,817.10 પર બંધ થયો હતો.