Thu Jan 29 2026

Logo

White Logo

સોનું 5 લાખ, ચાંદી 10 લાખને પાર થશે? હજુ સોના-ચાંદીમાં રોકાણ કરાય? જાણો શું કહે છે કે એક્સપર્ટ...

1 day ago
Author: Tejas
Video

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવમાં આવેલો તોફાની ઉછાળો આવી રહ્યો છે. સોના-ચાંદીના લેટેસ્ટ ભાવની વાત કરીએ તો ભારતીય બજારમાં સોનાનો ભાવ રૂ. 1,60,000 અને ચાંદીનો ભાવ રૂ. 3,65,000 પર પહોંચી ગયો છે. ચાંદીમાં એક જ દિવસમાં રૂ. 27,000 (8%)નો વધારો થયો છે. વર્તમાન પરિસ્થિતિને જોતા આગામી સમયમાં સોનાનો ભાવ રૂ. 5 લાખ અને ચાંદીનો ભાવ રૂ. 10 લાખને આંબી જશે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે. 

સોના-ચાંદીના ભાવમાં તેજીના મુખ્ય કારણો 

AI ઇન્ડસ્ટ્રી, સોલાર પેનલ્સ, ઇલેક્ટ્રિક વાહનો અને સેમીકન્ડક્ટરમાં ચાંદીનો વપરાશ સતત વધી રહ્યો છે. ગોલ્ડ-સિલ્વર રેશિયો 46 ટકા પર છે, જે 13 વર્ષનો રેકોર્ડ છે, જે મજબૂતાઈ સૂચવે છે.  જોકે, સોના-ચાંદીના ભાવમાં થઈ રહેલા વધારા પાછળ ભૌગોલિક રાજકીય અને આર્થિક પરિબળો જવાબદાર છે.  ભૌગોલિક રાજકીય પરિબળની વાત કરીએ તો વેનેઝ્યુલાના રાષ્ટ્રપતિનું અપહરણ, ઈરાનને ધમકી અને કેનેડા-મેક્સિકો પર 100 ટકા ટેરિફ નાખવાની તૈયારીએ વૈશ્વિક બજારમાં અસ્થિરતા પેદા કરી છે. જર્મની અને ફ્રાન્સે અમેરિકાની દાદાગીરી સામે વિરોધ કર્યો છે. જર્મનીએ અમેરિકા પાસે રહેલું પોતાનું સોનું પાછું માંગ્યું છે. રશિયા-યુક્રેન અને ઈરાન-ઈઝરાયેલ વચ્ચેનો તણાવ મેટલ માર્કેટને ગરમાવી રહ્યો છે.

આર્થિક કારણોની વાત કરીએ તો ડૉલર ઇન્ડેક્સ છેલ્લા ચાર મહિનામાં સૌથી નબળો પડ્યો છે. અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજદરના નિર્ણયો અને સંભવિત 'શટડાઉન' સોનાના ભાવને અસર કરી શકે છે. આ સિવાય ચીને 1 જાન્યુઆરી 2026થી ચાંદીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. વિશ્વની 60-70 ટકા સિલ્વર રિફાઈનિંગ ક્ષમતા ચીન પાસે છે. ચીને અત્યાર સુધીમાં 5,000 ટન સોનું ખરીદ્યું છે, જે ભાવ વધારાનું મુખ્ય કારણ છે.

શું આ તેજી જોખમી છે?

ચાંદીમાં અત્યારે 'ઓવરબોટ' સ્થિતિ છે. પેપર પર ચાંદીનું ટ્રેડિંગ જબરજસ્ત છે, પણ ફિઝિકલ સ્ટોક ઓછો છે. 1974 અને 1980માં જ્યારે આવી તેજી આવી હતી, ત્યારે બાદમાં 44 ટકા જેટલું ગાબડું પડ્યું હતું. વર્તમાન પરિસ્થિતિને જોતા નિષ્ણાત રોબર્ટ કિયોસાકી ચાંદી રૂ. 7 લાખ સુધી જવાની આગાહી કરે છે, જ્યારે ટોમ બ્રેટસો 2028 સુધીમાં સોનું રૂ. 5 લાખ અને ચાંદી રૂ. 10 લાખ સુધી પહોંચવાની શક્યતા જુએ છે.