દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
ગુજરાતમાં બેવડી ઋતુનો થશે અનુભવ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી બે દિવસમાં લઘુતમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં લઘુતમ તાપમાન 15 થી 16 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. જોકે, તાપમાન વધવા છતાં આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં 'બેવડી ઋતુ' એટલે કે મિશ્ર હવામાનનો અનુભવ થશે. દિવસે ગરમી અને વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીનો અહેસાસ નાગરિકોને પરેશાન કરી શકે છે.
પીએમ મોદીએ સંસદ ભવન પરિસરમાં કર્યું સંબોધન
સંસદના સત્રની શરૂઆત પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવન પરિસરમાં મીડિયાને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, આપણી સરકારની ઓળખ રહી છે - રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ. હવે અમે રિફોર્મ એક્સપ્રેસ પર ચાલી પડ્યા છીએ. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, સત્રના પ્રારંભમાં રાષ્ટ્રપતિએ સાંસદો પાસેથી જે અપેક્ષાઓ વ્યક્ત કરી છે, મને વિશ્વાસ છે કે સાંસદોએ તેને ગંભીરતાથી લીધી હશે. આ સત્ર અત્યંત મહત્વપૂર્ણ છે. 21મી સદીનો એક ક્વાર્ટર વીતી ચૂક્યો છે અને આ બીજા ક્વાર્ટરની શરૂઆત છે. 2047 વિકસિત ભારત' ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેના મહત્વના 25 વર્ષોની શરૂઆત થઈ ચૂકી છે.
ગીર સોમનાથમાં પિતા-પુત્ર ઉપર દીપડાનો હુમલો
ગીર સોમનાથમાં ઉના-ભાવનગર રોડ પર આવેલા ગાંગડા ગામમાં એક મકાનની ઓસરીમાં સુતેલા પિતા ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. પિતા પર હુમલો થતો જોઈ પુત્ર ત્યાં દોડી આવ્યો હોત. જેથી દીપડાએ તેના પર પણ હુમલો કર્યો હતો એટલે પિતાએ દાતરડાંથી દીપડા પર પલટવાર કર્યો અને તેને ત્યાં જ મારી નાખ્યો હતો. વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી પિતા-પુત્ર બંનેને સારવાર માટે ઉના ખસેડ્યા હતા.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અજિત પવારના સંસ્કારમાં સામેલ થશે
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે અજિત પવારના સંસ્કારમાં સામેલ થશે. સવારે 11 કલાકે અજિત પવારના પૈતૃક ગામ કાટેવાડી ખાતે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દુર્ઘટનાની ફોરેન્સિક તપાસ માટે એએઆઈબીની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે.