Thu Jan 29 2026

Logo

White Logo

બ્રેકિંગ ન્યૂઝ 26 Jan 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

3 days ago
Author: Mumbaisamachar Team
Video

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

3 days ago

બદ્રીનાથ-કેદારનાથમાં બિન હિન્દુઓને નહીં મળે પ્રવેશ

બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ મંદિરોની પવિત્રતા જાળવી રાખવા મોટો નિર્ણય લીધો છે. તેમણે આગામી બોર્ડ બેઠકમાં એક પ્રસ્તાવ પાસ કરવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત  બદ્રીનાથ, કેદારનાથ તથા અન્ય મંદિરોમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવશે.

3 days ago

ગણતંત્ર દિવસ પરેડઃ કર્તવ્ય પથ પર 97 મિનિટ કાર્યક્રમ ચાલ્યો

ગણતંત્ર દિવસ પરેડને લઈ કર્તવ્ય પથ પર આશરે 97 મિનિટ કાર્યક્રમ ચાલ્યો હતો. 30 ઝાંખીઓ નીકળી હતી. સીઆરપીએફ-એસએસબીએ બાઈક સ્ટંટ કર્યા હતા. 42 મહિલા જવાનોએ દેશને રક્ષાનો સંદેશ આપ્યો હતો.

3 days ago

ગણતંત્ર દિવસની શું છે મુખ્ય થીમ

આ વખતે ગણતંત્ર દિવસની મુખ્ય પરેડની થીમ વંદેમાતરમ્ પર રાખવામાં આવી છે. પરેડ દરમિયાન કર્તવ્ય પથ પર 30 ઝાંખીઓ નીકળશે, જે 'સ્વતંત્રતાનો મંત્ર-વંદે માતરમ્, સમૃદ્ધિનો મંત્ર-આત્મનિર્ભર ભારત' થીમ પર આધારિત હશે. એરફોર્સના કુલ 29 એરક્રાફ્ટ ફ્લાયપાસ્ટ કરશે.

3 days ago

અમદાવાદમાં હર્ષ સંઘવીએ કર્યું ધ્વજવંદન

ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદમાં મકરબા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પ્રજાસત્તાક પર્વ પર ધ્વજવંદન કર્યું હતું.  તેમણે જીપમાં સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
 

3 days ago

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, 77મા પ્રજાસત્તાક દિવસની સૌ નાગરિકોને શુભેચ્છા..!  આજના આ રાષ્ટ્રીય પર્વના અવસરે સંવૈધાનિક મૂલ્યો પ્રત્યે સમર્પિત રહીને 'વિકસિત ભારત'ના ધ્યેય સાથે લોકશાહીને વધુ ઉન્નત બનાવવા સંકલ્પબદ્ધ થઈએ.
 

77મા પ્રજાસત્તાક દિવસની સૌ નાગરિકોને શુભેચ્છા..!

આજના આ રાષ્ટ્રીય પર્વના અવસરે સંવૈધાનિક મૂલ્યો પ્રત્યે સમર્પિત રહીને 'વિકસિત ભારત'ના ધ્યેય સાથે લોકશાહીને વધુ ઉન્નત બનાવવા સંકલ્પબદ્ધ થઈએ.#RepublicDay pic.twitter.com/XFWby7d3z0

— CMO Gujarat (@CMOGuj) January 26, 2026
3 days ago

ભારતમાં મર્સિડીઝ - બીએમડબલ્યુ કાર થઈ શકે છે સસ્તી

ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંતિમ તબક્કામાં છે. જે અંતર્ગત EUથી આયાત થતી કાર પર ટેરિફ 110 ટકાથી ઘટાડીને 40 ટકા કરવામાં આવી શકે છે. જે ભવિષ્યમાં 10 ટકા થઈ શકે છે. જેના પરિણામે ભારતમાં મર્સિડીઝ - બીએમડબલ્યુ કાર સસ્તી થઈ શકે છે.

3 days ago

પીએમ મોદીએ શુભકામના પાઠવી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પ્રજાસતાક દિવસની શુભકામના પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, તમામ દેશવાસીઓને પ્રજાસતાક દિવસની શુભકામના. ભારતની આન-બાન અને શાનનું પ્રતીક એવું આ રાષ્ટ્રીય મહાપર્વ તમામના જીવનમાં નવી ઊર્જા અને નવા ઉત્સાહનો સંચાર કરે. વિકસિત ભારતનો સંકલ્પ વધુ સુદ્રઢ થાય તેવી કામના છે.