Thu Jan 29 2026

Logo

White Logo

બ્રેકિંગ ન્યૂઝ 27 Jan 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2 days ago
Author: Mumbai Samachar Team
Video

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

2 days ago

અરિજિત સિંહની પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત, કહ્યું હવે કોઈ નવું એસાઈમેન્ટ નહી લે

હિન્દી ફિલ્મ સંગીત ઉદ્યોગમાંથી એક ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં પોતાના કર્ણપ્રિય અવાજથી લાખો લોકોને મંત્રમુગ્ધ કરનારા પ્રખ્યાત ગાયક અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.  સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા અરિજિત સિંહે જણાવ્યું હતું કે તેઓ હવે પ્લેબેક સિંગર તરીકે કોઈ નવું એસાઈમેન્ટ નહી લે. તેમના આ નિર્ણયથી માત્ર સંગીત ઉદ્યોગ જ નહીં પરંતુ તેમના ફેન્સને પણ આઘાત લાગ્યો છે.

2 days ago

ઈરાન પર અમેરિકાના સંભવિત હુમલા વચ્ચે રશિયાએ અમેરિકાને સંયમ રાખવા અપીલ કરી

ઈરાન પર અમેરિકાના સંભવિત હુમલાની આશંકા વચ્ચે રશિયાનું મોટું નિવેદન આવ્યું છે. આ અંગે રશિયાએ જણાવ્યું છે કે આ કાર્યવાહી આ ક્ષેત્રના ગંભીર અસ્થિરતા પેદા કરશે.તેમજ રશિયાએ અમેરિકાને સંયમ રાખવા અને રાજદ્વારી ઉકેલનો રસ્તો અપનાવવા અપીલ કરી છે. જયારે બીજી તરફ ઈરાને અમેરિકાને પડકાર ફેંકતા જણાવ્યું છે કે તે કોઈ પણ સ્થિતી માટે તૈયાર છે.

2 days ago

145 નાયબ મામલતદારની બદલી

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા નાયબ મામલતદારની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા એકસાથે 145 નાયબ મામલતદારની બદલીના આદેશ આપવામાં આવ્યા છે.

2 days ago

ભાજપ સાથે જોડાયેલા માનહાની કેસમાં કેજરીવાલ અને આતિશીની અરજી પર સુનવણી મોકૂફ

સુપ્રીમ કોર્ટે આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ભૂતપૂર્વ સીએમ આતિશીની અરજીઓ પર સુનાવણી 21 એપ્રિલ સુધી મોકૂફ રાખી છે. તેમની પર ભાજપ નેતા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનીનો કેસ રદ કરવાની તેમણે અરજી કરી હતી. કેજરીવાલ અને આતિશી પર મતદારોના નામ દુર કરવાની કથિત ટીપ્પણી બાદ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.કોર્ટે આજે જણાવ્યું હતું કે આ કેસ અંગે વિગતવાર સુનવણીની જરુર  છે.

2 days ago

માતાએ ગળું ચીરી પુત્રને મારી નાખ્યો, પુત્રી પર હુમલાનો પ્રયાસ

પુણે: પુણેમાં માતાએ તીક્ષ્ણ હથિયારથી ગળું ચીરીને 11 વર્ષના પુત્રની હત્યા કરી હતી અને પુત્રી પર હુમલાનો પ્રયાસ કર્યો હતો.

પુણેમાં વાઘોલી વિસ્તારમાં આવેલી હાઉસિંગ સોસાયટીમાં મંગળવારે સવારે આ ઘટના બની હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

પ્રાથમિક માહિતી અનુસાર મહિલાએ પ્રથમ તેના 11 વર્ષના પુત્રનું તીક્ષ્ણ હથિયારથી ગળું ચીરી નાખ્યું હતું, જેમાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. મહિલાએ બાદમાં તેની 13 વર્ષની પુત્રી પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો, પણ અવાજ સાંભળીને દોડી આવેલા પડોશીઓએ પુત્રીને બચાવી લીધી હતી. 
દરમિયાન બનાવની જાણ થતાં વાઘોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. બાળકના મૃતદેહને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી મહિલાને તાબામાં લીધી હોઇ હુમલા પાછળના હેતુની તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

2 days ago

વોટ્સએપના પ્રાઈવસી ફીચર પર ગંભીર સવાલો ઉઠ્યા, કેસ દાખલ કરાયો

સોશીયલ મીડિયા મેસેજિંગ એપ વોટ્સએપના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ફીચર પર પ્રશ્નો ઉભા થયા છે. અમેરિકામાં વોટ્સએપ વિરુદ્ધ એક નવો કેસ દાખલ કરવામાં આવ્યો છે .જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કંપની યુઝર્સની ખાનગી ચેટ વાંચી શકે છે. આ કેસ એક આંતરરાષ્ટ્રીય જૂથ દ્વારા વોટ્સએપ સામે દાખલ કરવામાં આવ્યો છે. આમાં વોટ્સએપના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આ મામલે ઈલોન મસ્કે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે વોટ્સએપ સુરક્ષિત નથી. સિગ્નલ એપ પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

2 days ago

યુજીસીના નવા નિયમ મુદ્દે કેન્દ્ર સરકારની સ્પષ્ટતા, કહ્યું કોઈની સાથે ભેદભાવ નહી થાય

દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિગત ભેદભાવને નાબૂદ કરવાના મક્કમ ઈરાદા સાથે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને " પ્રમોશન ઓફ ઈક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન રેગ્યુલેશન 2026" જાહેર કરવામાં આવ્યું છે. આ મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. તેમજ આ અંગે દેશભરના વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ અંગે કેન્દ્ર સરકારનું નિવેદન આવ્યું છે. જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તમામ ઉમેદવારોને ખાતરી આપી છે કે તેમની સાથે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં અને કાયદાનો દુરુપયોગ કરવામાં નહીં આવે

2 days ago

ઉત્તરાખંડમાં  હવામાન બદલાયું,  કેદારનાથ ધામ સહિત ઉંચાઇવાળા વિસ્તારમાં હિમવર્ષા

દેશના અનેક રાજ્યોમાં હવામાન અચાનક બદલાઈ ગયું છે. જાન્યુઆરીના છેલ્લા દિવસોમાં તીવ્ર ઠંડી જોવા મળી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી 24 કલાકમાં ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ, કરા અને ભારે પવન ફૂંકાશે. જે અંતર્ગત ઉત્તરાખંડમાં પણ  હવામાન બદલાયું છે.જેમાં રાજધાની દહેરાદૂનમાં ભારે વરસાદ પડ્યો છે. તેમજ  પવિત્ર કેદારનાથ ધામ સહિત ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાને કારણે તીવ્ર ઠંડી પડી rરહી છે.  હવામાન વિભાગે આજે રાજ્ય માટે ઠંડીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

2 days ago

યુજીસીના નવા નોટિફિકેશનનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો

યુનિવર્સિટી ગ્રાંટ કમિશન (યુજીસી) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નોટિફિકેશનનો મામલો સુપ્રીમ કોર્ટ  પહોંચ્યો છે. જેમાં યુજીસીની નવી ગાઈડલાઇન્સમાજાતિ આધારિત ભેદભાવને લઇને પડકારવામાં આવી છે.

2 days ago

ભારત-EU વચ્ચે 'મધર ઓફ ઑલ ડીલ્સ'ની જાહેરાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન યુનિયનના નેતાઓએ આજે નવી દિલ્હીમાં ભારત-યુરોપની ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલને અંતિમ રૂપ આપ્યું. આશરે 18 વર્ષ લાંબો વાટાઘાટો બાદ આજે આખરે આ ડીલ પર મહોર વાગી હતી. ભારત-યુરોપની સંયુક્ત પત્રકાર પરિષદમાં PM મોદીએ કહ્યું હતું કે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓએ આજે નવો અધ્યાય સ્થાપિત કર્યો છે. છલ્લા ઘણા વર્ષોથી ભારત અને યુરોપ વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે. આજે આ સંબંધોને નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ છે ભારતે આજે વિશ્વના સૌથી મોટા ફ્રી ટ્રે-એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ એગ્રીમેન્ટ સમૃદ્ધિની નવી બ્લૂપ્રિન્ટ છે. ભારત અને યુરોપની આ ડીલ ઈન્ટરનેશનલ સિસ્ટમને સ્થિરતા અને મજબૂતાઈ આપશે.

2 days ago

નેપાળની જેલ તોડીને ભાગેલો આરોપી અમદાવાદમાંથી ઝડપાયો

અમદાવાદ શહેર પોલીસની SOG શાખાને એક મોટ સફળતા હાથ લાગી છે. એસઓજી દ્વારા એક આંતરરાષ્ટ્રીય સ્તરના રીઢા ગુનેગારની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી નેપાળની જેલ તોડીને ફરાર થયો હતો અને લાંબા સમયથી ભારતમાં છુપાઈને રહેતો હતો. આ આરોપી આંતરરાષ્ટ્રીય સ્તરે એક કરતાં વધુ દેશોમ ગુનાખોરીમાં સંડોવાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

2 days ago

અદાણી ડિફેન્સ અને એમ્બ્રેરની ઐતિહાસિક ભાગીદારી

ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં એક મોટું પગલું ભરતા અદાણી ડિફેન્સે વિશ્વની અગ્રણી એરક્રાફ્ટ ઉત્પાદક એમ્બ્રેર સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી ભારતમાં પ્રાદેશિક એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ સુવિધા અને અત્યાધુનિક એવિએશન ઇકોસિસ્ટમ સ્થાપિત કરશે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતું કે આ ભાગીદારી ભારતના ઉડ્ડયન ભવિષ્યને ફરીથી આકાર આપશે. તેમણે તેને માત્ર એક વ્યાપારી કરાર નહીં પરંતુ ભારતના આત્મનિર્ભર ઉડ્ડયનના વિઝન તરફ એક મોટું પગલું ગણાવ્યું હતું.

2 days ago

નવસારીમાંથી આતંકી સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિની ધરપકડ

ગુજરાત ATSએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. આતંકી સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.. નવસારીના ફૈઝાન શેખની ATSએ ધરપકડ કરી હતી.  ફૈઝાન જૈશ-એ-મહોમ્મદ અને અલ કાયદા સાથે જોડાયેલો છે. આરોપી આતંકી જૂથોની વિચારધારાથી કટ્ટરપંથી બન્યો હતો. ફૈઝાન શેખે આતંક અને ભય ફેલાવવા હથિયારો અને દારૂગોળો ખરીદ્યા હતો.  ATSએ નવસારીના ચારપુલથી ધરપકડ કરી હતી.

2 days ago

સાયલ-ચોટીલા હાઈવે પર બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ

સુરેન્દ્રનગરના સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર હડાળા ગામના પાટીયા પાસે ખાનગી બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. આ ઘટનામાં 15 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.

2 days ago

ઠાકોર જ્ઞાતિ પણ અને બિરુદ પણ છેઃ કીર્તિદાન ગઢવી

ઠાકોર સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહેલા જાણીતા ગાયક કીર્તિદાન ગઢવીએ કહ્યું, શિક્ષણ માટે, રોજગાર માટે, વ્યસનમુક્તિ માટે ભેગા થયેલા સમાજને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઠાકોર એક જ્ઞાતિ પણ છે અને બિરુદ પણ છે. આટલું કહી તેણે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ગીત લલકાર્યું હતું.

2 days ago

ગુજરાતમાં વધશે ઠંડીનું પ્રમાણ

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે રાજ્યના સરહદી વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદી ઝાપટાની શક્યતા છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વહેલી સવારે અને રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થશે. આ ઉપરાંત દેશના  13 રાજ્યોમાં કમોસમી વરસાદ થવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે.

2 days ago

બરેલીના સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રી સસ્પેન્ડ કરાયા

બરેલીના સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીને રાજીનામું આપ્યા બાદ હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સામે વિભાગીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેની જવાબદારી બરેલીના કમિશનરને સોંપવામાં આવી છે. અલંકાર અગ્નિહોત્રીએ રાજીનામું આપ્યા બાદ ડીએમ આવાસ પર તેમને બંધક બનાવવામાં આવ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો, જેને વહીવટીતંત્રે પાયાવિહોણો ગણાવ્યો છે.