Thu Jan 29 2026

Logo

White Logo

ફિલિપાઇન્સમાં 6.0ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ: મોટા નુકસાનની ભીતિ

Midanao   21 hours ago
Author: Vimal Prajapati
Video

મિંડાનાઓ ટાપુઃ ફિલિપાઇન્સમાં ફરી એકવાર મોટો ભૂકંપ આવ્યો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્ર માત્ર 10 કિલોમીટર ઊંડાણમાં નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. આ ભૂકંપના  કારણે નોંધપાત્ર નુકસાન થયું હોવાન આશંકા છે. જો કે, હજી નુકસાનની કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. 

ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ફિલિપાઈન્સના સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) એ આ ભૂકંપ અંગે વિગતો આપી છે. મિંડાનાઓ ટાપુ પર આવેલા ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. જો કે, ભૂકંપના કારણે કેટલું નુકસાન થયું? કેટલા લોકોના મોત થયા તેનો કોઈ અહેવાલ આવ્યો નથી. પરંતુ ચિંતાની વાત એ છે કે, ફિલિપાઇન્સમાં જ્વાળામુખી અને ભૂકંપનો ખતરો વધી રહ્યો છે. 

સૌથી મહત્વની વાત એ છે કે, આ ટાપુ પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયરમાં આવેલો છે. આ એ જ વિસ્તાર છે જ્યારે ટેક્ટોનિક પ્લેટ આવેલી છે. જેના કારણે ભૂકંપનો ખતરો વધી રહ્યો છે. ફિલિપાઇન્સમાં આ પહેલા 2013માં એક મોટો અને ભયાનક ભૂકંપ આવ્યો હતો. તે વખતે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 220 થી પણ વધારે લોકોના મોત થયાં હતાં. જોકે, આ ભૂકંપમાં કેટલું નુકસાન થયું તેની સરકાર દ્વારા કોઈ જાણકારી આપવામાં આવી નથી.