ગાંધીનગર : સમગ્ર દેશ સહિત રાજ્યમાં SIRની અગત્યની કામગીરી ચાલુ છે. જે અન્વયે ગુજરાતના મહેસૂલી વિભાગ દ્વારા નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીનું આયોજન કરવુ મુશ્કેલ હોઈ આ તમામ પ્રકારની ચૂંટણી પ્રક્રિયા સરકારે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવામાં આવે છે.
છ માસ સુધી ચૂંટણી યોજવામાંથી મુક્તિ આપવામાં આવી
આ અંગે વધુ વિગતો આપતા પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ગુજરાત સહકારી મડળી અધિનિયમ-1961 ની કલમ-161 હેઠળ મળેલી સત્તા અન્વયે અધિનિયમની કલમ-74(ગ) હેઠળની તમામ પ્રકારની નિર્દિષ્ટ સહકારી મંડળીઓ કે જેની ચૂંટણીઓની પ્રક્રિયા ચાલુ છે અથવા ચૂંટણીઓની પ્રક્રિયા હાથ ધરવાની થાય છે, તેઓને આ જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી આ અધિનિયમની કલમ-74 (ગ) તથા કલમ-145 (ક) થી (વ)ની જોગવાઇઓમાંથી મુક્તિ આપી છે. આ અધિનિયમની કલમ-74(ગ) હેઠળની તમામ પ્રકારની નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પ્રક્રિયા આ જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવામાં આવે છે.
આ દરમિયાન જે નિર્દિષ્ટ સહકારી મડળીઓની ચૂંટણી પ્રક્રિયા ન્યાયિક હુકમ/ચુકાદાના અનુસંધાને હાથ ધરાઇ હોય કે ઘરવાની રહેતી હોય તે સહકારી મંડળીઓને આ જાહેરનામામાંથી બાકાત રાખવામાં આવે છે.