Thu Jan 29 2026

Logo

White Logo

ભારતના 20 ઓવરમાં 7/238, અભિષેક પછી રિન્કુની પણ આતશબાજી

1 week ago
Author: Ajay Motiwala
Video

નાગપુર: ન્યૂ ઝીલૅન્ડે પાંચ મૅચવાળી સિરીઝની પ્રથમ ટી-20માં બૅટિંગ મળ્યા પછી ભારતે (India) 20 ઓવરમાં સાત વિકેટે 238 રન કર્યા હતા.

અભિષેક શર્મા (84 રન, 35 બૉલ, આઠ સિક્સર, પાંચ ફોર) પછી હાર્દિક પંડ્યા (પચીસ રન, 16 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) બાદ ખાસ કરીને રિન્કુ સિંહે (44 અણનમ, 20 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) પણ કિવી બોલર્સની ઍનેલિસિસ બગાડી નાખી હતી.

સાત કિવી બોલર્સમાંથી જૅકબ ડફી અને કાઇલ જૅમીસને બે-બે વિકેટ અને ક્રિસ્ટિયન, ઇશ સોઢી તથા કૅપ્ટન મિચલ સૅન્ટનરે એક-એક વિકેટ મેળવી હતી.

ન્યૂ ઝીલૅન્ડ (New Zealand)ની બૅટિંગ લાઇન-અપ સારી છે, પરંતુ બુમરાહ, અર્શદીપ, અક્ષર, વરુણ, હાર્દિક અને દુબેના આક્રમણ સામે તેઓ લાંબા સમય સુધી ન પણ ટકી શકે.