Thu Jan 29 2026

Logo

White Logo

પશ્ચિમ રેલવેની મોટી જાહેરાત: મુંબઈથી ઓખા, ઉધના અને ભિવાની માટે સ્પેશિયલ ટ્રેનો શરૂ, જાણો સંપૂર્ણ વિગતો

1 week ago
Author: Mumbai Samachar Team
Video

મુંબઈઃ પ્રવાસીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ મુંબઈથી ગુજરાત અને રાજસ્થાન માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવે દ્વારા ખાસ કરીને ઓખા અને બાંદ્રા ટર્મિનસ, બાંદ્રા ટર્મિનસ-ઉધના, બાંદ્રા ટર્મિનસ-ભિવાની સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર વીકલી "સ્પેશિયલ ટ્રેન" ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઓખા-બાંદ્રા ટર્મિનસ (ટ્રેન સંખ્યા 09562) સ્પેશિયલ દર મંગળવારે ઓખાથી સવારે 10:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 04:20 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 27 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી, 2026 સુધી દોડાવાશે. રિટર્નમાં બાંદ્રા ટર્મિનસ-ઓખા (ટ્રેન સંખ્યા 09561) સ્પેશિયલ દર બુધવારે બાંદ્રા ટર્મિનસથી સવારે 5:50 કલાકે ઉપડશે અને તે જ દિવસે રાતના 10.50 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 28 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે.

આ ટ્રેન બંને દિશાના હોલ્ટ સ્ટેશન દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત અને બોરીવલી રહેશે. ટ્રેનમાં એસી-2 ટાયર, એસી-3 ટાયર, એસી-3 ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.

બાંદ્રા ટર્મિનસથી ઉધના બાંદ્રા ટર્મિનસ (બાય વીકલી 20 ફેરી) ટ્રેન દોડાવવામાં આવશે, જે 30 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી વચ્ચે દોડાવાશે. દર શુક્રવાર અને શનિવારે બાંદ્રાથી સવારના નવ વાગ્યે ઉધના માટે રવાના થશે, જ્યારે ઉધનાથી દર ગુરુ અને શુક્રવારે બપોરના 3.45 વાગ્યે બાંદ્રા રવાના થશે. ઉપરાંત, બાંદ્રાથી ભિવાની (રાજસ્થાન) માટે દર બુધવારે સવારના 11.00 વાગ્યે ભિવાની રવાના થશે, જ્યારે રિટર્નમાં ભિવાનીથી ગુરુવારે બપોરના 2.35 મુંબઈ વાગ્યે મુંબઈ બાંદ્રા માટે રવાના થશે. આ ટ્રેન 29 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરીના દોડાવવામાં આવશે. 

ટ્રેન સંખ્યા 09561, 09562, 09035, 09036 અને 09005નું બુકિંગ તમામ PRS કાઉન્ટરો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. ટ્રેનોના સ્ટોપેજ અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે પ્રવાસીઓ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે, એમ પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું.