Thu Jan 29 2026

Logo

White Logo

રાહુલ ગાંધીએ અમેરિકન ટેરિફ અંગે પીએમ મોદીને જવાબદાર ગણાવ્યા, કર્યા પ્રહાર...

6 days ago
Author: Chandrakant Kanoja
Video

AI


નવી દિલ્હી : દેશની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની કથળતી હાલત અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે અમેરિકન ટેરિફ માટે પીએમ મોદી સીધા જવાબદાર છે. તેમજ આ મુદ્દે ધ્યાન આપવા પીએમ મોદીને અપીલ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું અમેરિકન ટેરિફના લીધે ટેક્સટાઇલ નિકાસને મોટો ફટકો પડ્યો છે.  તેમણે રોજગાર અને દેશના લાખો વ્યવસાયોના ભવિષ્ય અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. 

 4.5 કરોડ નોકરીઓ અને લાખો વ્યવસાયો જોખમમાં 

આ અંગે રાહુલ ગાંધીએ એકસ પર લખ્યું છે કે, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50 ટકા ટેરિફ અને અનિશ્ચિતતા ભારતના ટેક્સટાઇલ નિકાસકારોને ભારે નુકસાન પહોંચાડી રહી છે. જેના લીધે નોકરીઓમાં ઘટાડો થયો છે અને  ફેક્ટરી બંધ થવાની સ્થિતીમાં છે. તેમજ ઓર્ડરમાં ઘટાડો એ આપણી ખરાબ અર્થવ્યવસ્થા ની વાસ્તવિકતા છે. વિપક્ષના નેતાએ કહ્યું કે પીએમ મોદીએ  કોઈ રાહત આપી નથી કે ટેરિફ વિશે કંઈ કહ્યું નથી. જ્યારે 4.5 કરોડ નોકરીઓ અને  અને લાખો વ્યવસાયો જોખમમાં છે. રાહુલ ગાંધીએ આગળ લખ્યું, "મોદીજી, તમે જવાબદાર છો, મહેરબાની કરીને  આ બાબત પર ધ્યાન આપો. 

ટેક્સટાઇલ ઉદ્યોગના નેતાઓ સાથે વાત કરી

રાહુલ ગાંધીએ ભારતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સામેના પડકારો વિશે ટેક્સટાઇલ ઉદ્યોગના નેતાઓ સાથે વાત કરી હતી. કોંગ્રેસ નેતાએ ચીન અને બાંગ્લાદેશ પર યુએસ ટેરિફ અને ભારત પર તેની અસર વિશે પણ ચર્ચા કરી. તેમણે બાંગ્લાદેશની સ્પર્ધા વિશે પણ વાત કરી. તેમણે  એક કાપડ ફેક્ટરીની પણ મુલાકાત  લઇને કાપડ ઉત્પાદનની સમગ્ર પ્રક્રિયા નું અવલોકન પણ કર્યું હતું.