Thu Jan 29 2026

Logo

White Logo

અજીત પવારના અવસાન અંગે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને શોક વ્યકત કર્યો; જાણો શું લખ્યું...

1 day ago
Author: Savan Zalariya
Video

મુંબઈ: આજે સવારે બારામતીમાં પ્રાઈવેટ જેટ પ્લેન ક્રેશમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના વડા અજીત પવારનું અવસાન નીપજ્યું હતું. વિમાનમાં સવાર  2 સરકારી કર્મચારીઓ અને 2 ક્રૂ મેમ્બર્સના પણ મોત નીપજ્યા છે.

દિગ્ગજ નેતા અજીત પવારનું અકાળે અવસાન થતાં મહારાષ્ટ્ર ઉપરાંત દેશભરના રાજકારણમાં આઘાતની લાગણી છે. વિવિધ પક્ષોના રાજકીય નેતાઓ શોક વ્યક્ત કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિ શોક વ્યક્ત કર્યો:
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અજીત પવારના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે અને પરિવારજનો સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી છે.

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દ્રૌપદી મુર્મુએ લખ્યું, “મહારાષ્ટ્રના બારામતી બનેલી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન શ્રી અજિત પવાર સહિત કેટલાક લોકોના મૃત્યુના સમાચાર ખૂબ જ આઘાતજનક છે. અજિત પવારનું અકાળે અવસાન થતા પૂરી ન થઇ શકે એવી ખોટ સર્જાઈ છે. મહારાષ્ટ્રના વિકાસમાં, ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં, તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે.”

દ્રૌપદી મુર્મુએ અજીત પવારના સમર્થકો અને પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા લખ્યું, “હું તેમના પરિવાર, સમર્થકો અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારોને પણ દુખ સહન કરવાની શક્તિ આપે.”

વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું:
ભારતના વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું, “મહારાષ્ટ્રના બારામતીમાં બનેલી વિમાન દુર્ઘટનાના સમાચારથી દુઃખી છું. આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદનાઓ. આ દુઃખના સમયે શોકગ્રસ્ત પરિવારો માટે શક્તિ અને હિંમત માટે પ્રાર્થના કરું છું.”

અન્ય એક પોસ્ટમાં વડાપ્રધાન મોદીએ અજીત પવાર સાથે પોતાના ફોટો શેર કરતા લખ્યું, “અજિત પવારજી લોકોનેતા હતા, જેમનો પાયાના સ્તરે લોકો સાથે જોડાયેલા હતાં. તેઓ મહારાષ્ટ્રના લોકોની સેવામાં મોખરે રહેલા, એક મહેનતુ વ્યક્તિત્વ તરીકે તેમને હંમેશા સન્માન મળતું હતું. વહીવટી બાબતોની તેમની સમજ અને ગરીબો અને દલિતોને સશક્ત બનાવવાનો જુસ્સો પ્રસંશાને પાત્ર છે. તેમનું અકાળ અવસાન ખૂબ જ આઘાતજનક અને દુઃખદ છે. તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”