નવી દિલ્હી: આજથી 11 વર્ષ પહેલા 22 જાન્યુઆરી, 2015ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ "બેટી બચાવો, બેટી પઢાઓ" અભિયાન શરૂ કર્યુ હતુ. આ અભિયાનના ભાગરૂપે સુકન્યા સમૃદ્ધિ યોજના પણ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો અત્યારસુધી ઘણી દીકરીઓને લાભ મળી ચૂક્યો છે. ત્યારે "બેટી બચાવો, બેટી પઢાઓ" અભિયાનની 11મી વર્ષગાંઠે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ સંદેશ આપ્યો છે.
શ્લોક દ્વારા સમજાવ્યું દીકરીઓનું મહત્ત્વ
"બેટી બચાવો, બેટી પઢાઓ" અભિયાનની 11મી વર્ષગાંઠ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું કે, "દીકરીને લક્ષ્મી માનનારા આપણા દેશમાં 11 વર્ષ પહેલા આજના જ દિવસે બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાનની શરૂઆત થઈ હતી. આ બહુ ગર્વની વાત છે કે, આજે ભારતની દીકરીઓ દરેક ક્ષેત્રમાં નિત-નવા રેકોર્ડ બનાવી રહી છે." આ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક શ્લોક લખ્યો છે. જે નીચે મુજબ છે.
दशपुत्रसमा कन्या दशपुत्रान् प्रवर्धयन्।
यत् फलम् लभते मर्त्यस्तल्लभ्यं कन्ययैकया॥
कन्या को लक्ष्मी मानने वाले हमारे देश में 11 साल पहले आज ही के दिन बेटी बचाओ बेटी पढ़ाओ अभियान की शुरुआत हुई थी। यह बड़े गर्व की बात है कि आज भारत की बेटियां हर क्षेत्र में नित-नए रिकॉर्ड बना रही हैं।
— Narendra Modi (@narendramodi) January 22, 2026
दशपुत्रसमा कन्या दशपुत्रान् प्रवर्धयन्।
यत् फलम् लभते मर्त्यस्तल्लभ्यं… pic.twitter.com/OOnaRY6OKS
ઉપરોક્ત શ્લોકનો અર્થ કઈ આ પ્રમાણ થાય છે કે, એક દીકરી દસ દીકરા સમાન હોય છે. જે પુણ્યફળ એક વ્યક્તિને દસ દીકરાઓના પાલન-પોષણથી મળે છે, એ જ ફળ તે વ્યક્તિને એક દીકરીના પાલન-પોષણથી મળી જાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ પોસ્ટની સોશિયલ મીડિયા યુઝર્સે સરાહના કરી છે. એક યુઝરે કોમેન્ટ બોક્સમાં જણાવ્યું કે, જ્યારે દીકરીઓને તક મળે છે, ત્યારે દેશનું ભવિષ્ય મજબૂત બને છે. બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાનએ ભારતને એક નવી દિશા બતાવી છે. બીજા યુઝરે લખ્યું કે, દીકરીઓ સૌથી અનમોલ વરદાન અને શક્તિનું સ્વરૂપ છે, શિક્ષિત દીકરીઓ વિકસિત ભારત અને સંસ્કારિત સશક્ત સમાજનો આધારસ્તંભ છે.