મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો અજિત પવારનું આજે સવારે એક પ્લેન દુર્ઘટનામાં નિધન થયું છે. અજિત પવાર જે વિમાનમાં જઈ રહ્યાં હતા, તે વિમાન બારામતીમાં ક્રેશ થયું હતું. આ પ્લેનમાં અન્ય પાંચ લોકો સવાર હતા, તેમનું પણ મોત થયું છે. અજિત પવારના નિધનને કારણે અત્યારે મહારાષ્ટ્ર સહિત દેશભરમાં શોકનો માહોલ છવાયો છે. અજિત પવારના મોતના કારણે એક પ્રશ્ન થઈ રહ્યો છે કે, હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની કમાન કોણ સંભાળશે? આ પાર્ટીના વારસદાર તરીકે કોનું નામ જાહેર કરવામાં આવશે?
નિધનને કારણે દેશભરમાં શોકનો માહોલ
પાર્ટીના વાત કરવામાં આવે તો, એનસીપી પાર્ટીની સ્થાપના શરદ પવારે કરી હતી. કાકા શરદ પવારની છત્રછાયા છોડીને 2023માં અજિત પવારે પાર્ટીનું નામ અને તેનું ચિન્હ બદલી દીધું હતું. અજીત પવાર એકલા નહીં પરંતુ તેમની સાથે કેટલાક ધારાસભ્યો પણ શરદ પવારથી અલગ થયાં હતાં. પરંતુ અજિત પવારના નિધન બાદ પાર્ટી કોણ સંભાળશે? તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. આ પાર્ટીનો ભાર હવે અજિત પવારની પુત્રી સુનેત્રા પવાર જે રાજ્યસભાનાં સાંસદ છે તે સંભાળશે કે પછી તેમો દીકરો પાર્થ. હવે પાર્ટીનો કર્તાહર્તા બનશે કે નહીં એ પણ પ્રશ્ન છે. સુનેત્રા અને પાર્થ બંને રાજકારણમાં ઘણા સમયથી સક્રિય છે.
પરિવાર જ પાર્ટીની કમાન સંભાળશે?
પાર્થ પવારની વાત કરવામાં આવે તો, 2019ની લોકસભા ચૂંટણીમાં માવલ સંસદીય બેઠક પરથી ચૂંટણી લડી પરંતુ ત્યારે હારનો સામનો કરવો પડ્યો હતો. અજીત પવારનો બીજો દીકરો જય પવાર અત્યારે ફેમેલી બિઝનેસ સંભાળે છે એટલે જયનું નામ અત્યારે ચર્ચામાં નથી. પરંતુ બાકીના બે સંતાનોના નામ ચર્ચામાં ચાલી રહ્યાં છે. પરિવાર બહારના કોઈ નેતાનો આ પાર્ટીની કમાન સોંપવામાં આવી શકે તેવી પણ ચર્ચા થઈ રહી છે. જો કે, કોઈ વાત કે મુદ્દા પર હજી મહોર લાગી નથી.
હવે નાયબ મુખ્ય પ્રધાન કોણ બનશે?
આ તો થઈ પાર્ટીની વાત પરંતુ અજીત પવારના મોતના કારણે હવે મહારાષ્ટ્રમાં ડેપ્યૂટી સીએમની સીટ પણ ખાલી થઈ છે. તો પ્રશ્ન એ પણ છે કે, હવે આગામી નાયબ મુખ્ય પ્રધાન કોને બનાવવામાં આવશે? શું આ પદ તેમની દીકરી સુનેત્રા પવારને આપવામાં આવશે? પાર્થ પવારનું નામ પણ ચર્ચામાં છે, પરંતુ પાર્થ પાસે રાજનીતિનો વધારે અનુભવ નથી એટલે આ પદ મળશે તેવું કહી શકાય નહીં.
શું એનસીપી મહાયુતિથી અલગ થશે?
એનસીપી પાર્ટીને લઈને એકબાજૂ એવી પણ ચર્ચા છે કે, આ પાર્ટી ફરી કાકા શરદ પવારની પાર્ટી સાથે એક થઈ શકે છે. પરંતુ જો આવું થાય છે તો પછી મહારાષ્ટ્રમાં મહાયુતિથી અલગ થઈ જશે અને સત્તા પણ જઈ શકે છે. એટલે આ કામ થોડું ચિંતાજનક સાબિત થઈ શકે છે. શું અજિત પવારના પાર્ટી ભાજપ સાથેનું ગઠબંધન તોડી નાખશે કે પછી કોઈ બીજો રસ્તો કાઢવામાં આવશે? આવા અનેક પ્રકારના પ્રશ્નો અત્યારે થઈ રહ્યાં છે.